________________
ભયે ભાણે
૩૦૯ દીધા છે. હવે દરવાજેથી અંદર જવા જેટલો પુરુષાર્થ તે તમારે કરવું જોઈએ. હવે જે એ પુરૂષાર્થ નહિ કરે તો ફરી એકડે એકથી શરૂ કરવું પડશે. “ઉત્તરાધ્યયન” માં ભગવાન મહાવીર પ્રભુ શ્રીગૌતમ સ્વામીને કહે છે કે “ગૌતમ, વહાણ કાંઠે આવી ગયું છે, માટે એક સમયનો પણ પ્રમાદ કરતે નહિ, કારણ કે વહાણને તોફાન હંમેશા સમુદ્રના કાંઠેજ નડે છે.” ભગવાનને આજ ઉપદેશ જગત આખાને લાગુ પડે છે. હવે આવી ઉત્તમ સામગ્રી પામીને જે પ્રમાદમાં રહ્યા તો ઉગરવાનો કેઈ આરેનથી. હિમાલયની ટોચ ઉપર ચડેલો માણસ નીચે પડે તો તેની હાલત કેવી થાય તે તમે મનમાં સમજી લે. બસ ! મનુષ્ય ભવમાંથી નીચે પડેલાની હાલત પણ તેવી જ થાય છે. ભાગવતમાં એક લેક છે કે –
यो लब्ध्वा मानुषं देह, मोक्षद्वारमपावृतम् । गृहेषु खगवत् सतः तमारुढच्युतं विदुः ।
મેક્ષનાં દ્વારરૂપ મનુષ્યદેહને પામીને, જીંદગીભર પંખીની જેમ જે ઘરમાંને ઘરમાં આસક્ત રહે છે તેને મહાપુરૂષે આરૂઢચુત કહે છે. આરૂઢયુત એટલે પર્વતની ટોચ ઉપર ચડીને નીચે પડેલા માણસ જે તેને કહેવામાં આવે છે.
કળામાં શ્રેષ્ઠ ધર્મકળા એક ભક્તકવિ કાવ્યમયી ગુર્જરગિરામાં કહે છે કેઃ (૧) આવે રે રૂડો અવસર રે પ્રાણી તુને નહિ મળે રે,
પામ્ય મનુષા જન્મ અમૂલ.