________________
૩૦૮
મને વિજ્ઞાન
ભરીને જમી શકાય, અને નહિ તે “ભયે ભાણે બેઠેલા હોવા છતાં ભૂખ્યા ઉઠવાના છો. તમે કહેશે કે ભાણું જેણે પીરસ્યું છે તે કેળીયા મેઢામાં નહિ મૂકી દે? અરે, કદાચ કળીયા મૂકી દેશે પણ તમારે ચાવવાને પુરૂષાર્થ તો કરે, પડશે. આગળ વધીને કદાચ તમને ચાવવાની તકલીફ ન પડે એટલા માટે લસલસતા શીરાના કળીયા મોઢામાં મૂકે પણ પેટમાં તમારે ઉતારવા તે પડશે. અને નળી વાટે ઉતારી. દેવામાં આવે પણ અંદર પચાવવાની શક્તિ તે તમારી જોઈશે. બસ, હવે “ભયે ભાણે એ વિષય ઉપર શું કહેવાને આશય હતો. એ આશય તે સમજાઈ ગયે ને ? બત્રીસ શાક અને તેત્રીસ પકવાનના ભાણાની જગ્યાએ આ મનુષ્યભવ. અને આર્યદેશઆદિની સામગ્રી સમજવાની છે. આ સામગ્રી. જેવી તેવી નથી, પણ મોક્ષની સામગ્રી છે. એ સામગ્રીમાં દીઘયુષ્ય સુધીની સામગ્રી તે આમાં બેઠેલાઓમાંના ઘણાને પ્રાપ્ત થયેલી છે. હવે તો જ્ઞાન, દર્શન અને ચારિત્ર, એ ત્રણમાં પુરૂષાર્થ કરવાને રહે છે. આટલી સામગ્રી પામ્યા પછીયે ઘણા કહેતા હોય છે કે “શું કરીએ? પુરુષાર્થ તે ઘણો કરીએ પણ કર્મ કયાં માર્ગ આપે છે.” પણ હું એમ કહું છું કે હવે વળી કર્મ તે કેવો માર્ગ કરી આપે ? આ સીત્તેર ફુટને સીમેન્ટ રેડ તો કરી આપે છે. હવે તો. આપણે પુરૂષાર્થ કરીને આગળ ધપવાનું છે. મ્યુનિસિપાલીટીવાળા તમારા ઘેર આવીને ઈલેકટ્રિક ફીટીંગ કરી જાય, તેનો પાવર પણ ગોઠવી જાય પણ સાંજ પડે પ્રકાશ જોઈતું હોય તે ચાંપ (સ્વીચ) તો તમારે દબાવવી જોઈએને? કે પછી મ્યુનિસિપાલીટીને માણસો ઘેર ઘેર આવીને ચાંપ પણ દબાવી જાય? તેમ તમારી ઉજજવળ ભવિતવ્યતાઓ અને પૂર્વના પ્રબળ પદયે તમેને છેક મુક્તિના દ્વાર સુધી પહોંચાડી ,