________________
૨૯૨
- મને વિજ્ઞાન
તે મરીને સાતમી નરકમાં જાય બસ તેવી જ રીતે તમે પણ પરિગ્રહની મૂછમાં ને મૂછમાં મર્યા તો કયા જવાના? માટે હવે મૂછ છેડે તે બહુ સારી વાત છે, હા મેળવેલું જે ભેગું આવવાનું હોય અથવા પાછળથી છોકરા મનીઓર્ડર કરવાના. હોય ને વળગી રહ્યા છે તો મારે કંઈ કહેવાનું નથી. છે કાંઈ એવું? (સભામાંથી ? હાથમાંથી વીંટીચે કાઢી લેશે.) ત્યારે તે અમસ્તા જ વળગી રહ્યા છે. ભરત ચક્રવતી આરીસા. ભુવનમાં કેવળજ્ઞાન પામ્યા તે તેમના તીવ્ર જ્ઞાનાગને પ્રભાવ હતે. જ્ઞાન અને વૈરાગ્યને એમણે જીવનમાં સુમેળ સાધ્યું હતું.
એકવાર અલંકાર સજી રહ્યા પછી ભરત ચકવત અરીસામાં રૂપ જોઈ રહ્યા છે. તમારે પણ બહાર નીકળવાનું હોય તે કપડાં પહેર્યા પછી અરીસાનું સર્ટિફિકેટ લેવા માટે મેહુ અરીસામાં જેવું જોઈએ ને? (સભામાંથી જેવું તે. જોઈએ) પણ આ તમારી ઉંમર તે મને ઓછામાં ઓછી પતેર વર્ષની દેખાય છે. છતાં હજી મોટું જોવું ગમે છે ?' ભરત ચક્રવતી જ્યાં પિતાનું અદ્ભુત રૂપ જોઈ રહ્યા છે ત્યાં તેમની ટચલી આંગળીમાંથી “મુદ્રિકા નીચે ખરી જાય છે, અને આંગળી ચંદ્રિકા વગરની ચંદ્રકળા જેવી લાગે છે. ચકવતી વિચારે છે કે આ આંગળી તે તહ્ન શોભા વગરની બની ગઈ છે. શું બીજા અંગે પણ આભૂષણરહિત આ આંગળી જેવા જ શોભા વગરના લાગતા હશે. તે પછી મસ્તક પરથી મુગટ ઉતારે છે. એટલે મસ્તક રત્ન વિનાની મુદ્રિકા જેવું જણાવા. લાગે છે. ત્યારબાદ કાન ઉપરથી માણેકના કુંડળ ઊતારી નાખે છે, એટલે બંને કણ સૂર્ય અને ચંદ્ર વગરની પૂર્વ દિશા અને પશ્ચિમદિશા જેવા જણાવા લાગ્યા. પછી ગ્રીવામાંથી કંઠાભરણ. કાઢી નાખ્યું. ત્યાં ગ્રીવાને ભાગનીર વિનાની નદી જે શોભા