________________
જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા
૨૯૩
વગરને બની ગયે. વક્ષસ્થળ ઉપરથી હાર ઊતાર્યો ત્યાં વક્ષસ્થળને ભાગ તારાશૂન્ય આકાશ જે બેડેળ દેખાવા લાગે, અને જ્યાં હાથમાંથી સેનાનાં કડાં કાઢી નાખ્યા એટલે તે બંને હાથ આમલસાડા વિનાનાં પ્રાસાદ જેવા કદરૂપા જણાવા લાગ્યા. બીજી સર્વ આંગળીઓમાંથી મુદ્રિકા કાઢી ત્યાં સર્વ આંગળીઓ મણિ વગરની સર્પની ફણા જેવી શોભા વગરની દેખાવા લાગી અને શરીર પરના સવ અલંકાર ઊતારી નાખ્યા ત્યાં આખું શરીર પત્ર, પુષ્પ અને ફળ વગરના ઠુંઠા વૃક્ષ જેવું શોભા વગરનું જોઈને ભરતજી વિચારે છે કે અહો! આ શરીરને ધિક્કાર છે કે અંદર વિષ્ટાદિક મળથી અને બહાર મૂત્રાદિકના પ્રવાહથી મલિન એવા આ શરીરમાં વિચાર કરતાં કંઈ પણ શોભાકારી નથી, બલકે બધુ ધૃણાકારી છે.
અસારમાંથી સાર ગ્રહણ કરે તે જ ખરે બુદ્ધિશાળી
ખારી જમીન જેમ વરસાદના જળને દૂષિત કરે છે. તેમ આ શરીર વિલેપન કરેલા ચંદન, કપુર અને કસ્તુરી વગેરેને પણ દૂષિત કરે છે. માટે જે વિષયથી વિરાગ પામીને મોક્ષફળને આપનાર તપ તપે છે. તે તત્વવેદી પુરુષે જ આ શરીરનું તાત્ત્વિક ફળ ગ્રહણ કરે છે. શરીર તદ્દન અસાર છે પણ આ રીતે મેક્ષ માટે શરીરથી જે તપ કરવામાં આવે તે અસારમાંથી પણ સાર પ્રાપ્ત કરી શકાય છે. કેરીની સીઝનમાં બૈરાંઓ કેરીમાંથી રસ કાઢી લીધા પછી પાછળના છોતરાંને પાણીમાં નાખીને તેમાંથી જે કંઈ થોડે ઘણે રસકસ રહ્યો હોય તે કાઢીને તેને ફજેતા બનાવે છે અને રસપુરી જમી રહ્યા પછી પાછળથી તે આપવામાં આવે છે. હવે છેતરાં એ આસાર વસ્તુ છે છતાં રાંઓ તેમાંથી સાર ખેંચી શકે છે.