________________
૨૬૮
મનોવિજ્ઞાન
સબુકને હવે વિદ્યા સિદ્ધ થવાને ત્રણ દિવસ બાકી રહ્યા છે. ચારે બાજુ સુગંધને ફેલાવતી ચંદ્રહાસ તલવાર પણ પ્રગટ થઈ ચૂકેલી છે. ત્યાં રામ અને લક્ષમણને ત્યાંથી પસાર થવાનું બને છે. ચંદ્રહાસ જોતાં જ લમણજીને કુતૂહલ થવાથી ચ દ્રહાસને હાથમાં ધારણ કરે છે. જે વસ્તુની સાધના સંબુક છેલ્લા બાર બાર વર્ષ થયા કરી રહ્યો છે તે વસ્તુ લક્ષ્મણજીને જાણે સહજ સિદ્ધ છે. પુણ્યની લીલા આવી હોય છે. લક્ષ્મણજી તે તલવાર કેવીક તીણ છે એ જાણવા માટે વાંસની ગીચ ઝાડીમાં તેને ઘા કરે છે અને ત્યાં તે ઝાડીમાં રહેલા સંબુકનું મસ્તક છેદાઈ જાય છે. શ્રી રામચંદ્રજી લક્ષ્મણજીને ઉપાલંભ આપે છે કે, “તે આ નિરપરાધીને શા માટે વધ કર્યો ? કઈ પણ વિદ્યાસાધકને તારા હાથે વધ થયો છે અને તેને ઉત્તરસાધક પણ આટલામાં જ હવે જોઈએ. લક્ષ્મણજીને પણ પશ્ચાત્તાપ થાય છે પણ હવે તે પશ્ચાતાપ શા કામને?
સબુકને વિદ્યા સિદધ થવાને ત્રણ દિવસની વાર હતી એટલે એની મા શૂર્પણખા પૂજાપાની સામગ્રી લઈને પાતાળ-લંકાથી અહીં દંડકારણ્યમાં આવી છે. પોતાના પુત્રને વધ થયેલે જાણી તે કરૂણ સ્વરે રૂદન કરે છે. શૂર્પણખા ઘડીવાર માટે શેકસાગરમાં ડૂબી જાય છે. થોડીવારમાં શુધિમાં આવ્યા પછી તે કહે છે કે, મારા પુત્રને વધ કરનાર કેણ હશે? એને ખબર નહીં હોય કે આ રાવણને સગે ભાણેજ છે. અકાળે મેત કેની રાહ જોઈ રહ્યું છે? આમ બોલતી તે આગળ ધપે છે. અને એને મનુષ્યનાં પગરણ દેખાય છે, જ્યાં થોડેક દૂર જાય છે ત્યાં છેટેથી વૃક્ષની નીચે બેઠેલા રામ, લક્ષ્મણને જોઈ જાય છે. રામચંદ્રજીનું અદ્ભુત રૂપ જોતાં જ તે કામાંધ બની જાય છે. જુઓ, આ શૂર્પણખા