________________
જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા
૨૬૭*
જ ફાચર નાંખે. અરે! આ ઈષ્યદેવી તો અમને સાધુઓને. પણ વરી ચૂક્યાં છે. એમણે જોયું કે આ સાધુ બીજા કેઈને વય નથી એટલે એમને ત્યાં મારું માન જળવાશે.
દષ્ટાંત સંગ અનિત્ય છે તેમ હલકા આચરણના સ્થાનરૂપ. યૌવન પણ અનિત્ય છે. યૌવનને આચાર્યશ્રી હલકા આચરણના સ્થાનરૂપ વર્ણવે છે. કારણ કે એ ગદ્ધાપચીશીને કાળ છે. જે કે યૌવનને સદાચારના સ્થાનરૂપ પણ બનાવી શકાય છે અને એવા મહાપુરુષે થઈ પણ ગયા છે કે જેમણે પોતાના યૌવનને સદાચારના સ્થાનરૂપ બનાવ્યું હતું. આ બાબતને સમજવા એક રામાયણને પ્રસંગ આપની સમક્ષ વર્ણવું છું.
શ્રીરામ, લક્ષ્મણ અને સીતા વનવાસમાં નીકળેલા. ત્યારે તેઓ ફરતા ફરતા દંડકારણ્યના પ્રદેશમાં દાખલ થયા. છે. બીજી બાજુ રાવણની બહેન શૂર્પણખાને પુત્ર સંબુક એજ દંડકારણ્ય જંગલમાં ચંદ્રહાસ નામની વિદ્યા છેલ્લા બાર વર્ષથી સાધી રહ્યો છે. માથે ચાર દિવસ બીજા પણ થઈ ગયા છે. હવે ફક્ત ત્રણ જ દિવસ બાકી રહ્યા હતા. આ વિદ્યા એવી. કે એની સાધના વૃક્ષની ડાળ સાથે પગ બાંધીને અને માથું નીચું રાખીને કરવી જોઈએ. એ રીતે આ સંબક વાંસની ગીચ ઝાડીમાં આવેલા એક વૃક્ષની સાથે પિતાના પગ બાંધીને અને માથું ઊંધું રાખીને સાધના કરી રહ્યો છે. વિદ્યા સિદ્ધ ન થાય ત્યાં સુધી બ્રહ્મચર્યનું પાલન અને એકાસણાનું તપ સંબુકે આદરેલું છે. આ બધી વિધિનું તે સંબુક ઉગ્રપણે પાલન કરે છે. વિધિપૂર્વક આવી જ સાધના જે મોક્ષ માટે કરવામાં આવી હોય તે? કહેને કે બેડો પાર થઈ જાય..