________________
જીવનમાં ધર્મની પ્રતિષ્ઠા
૨૬૯.
શેકસાગરમાં ડૂબેલી હતી. આવી શેકસાગરમાં ડૂબેલી સ્ત્રીને પણ કામ વિહ્વળ બનાવી મૂકે છે, અને પુત્ર પ્રેમ કયાંય ભૂલાઈ જાય છે. બધું જીતી શકાય છે પણ કામ જિતા. સહેલું નથી, “ઉત્તરાધ્યન સૂત્રમાં ભગવાન ફરમાવે છે કે –
'सल्लकामा विस कामा कामा आसीविसेोपमा । कामे पत्थेमाणा अकामा जति दोग्गइं ॥"
કામ એ શલ્યરૂપ છે. કામ એ કાળકૂટ વિષ સમાન છે. એટલું જ નહિ, કામ એ દષ્ટિ વિષસર્પ સમાન છે. એને. ભેગવનારા તે દુર્ગતિના અધિકારી બને છે પણ એની ઈચ્છામાત્રથી પણ દુર્ગતિ થાય છે. કામાંધ બનેલી શુર્પણખા. કિન્નરીનું અદ્ભુત રૂપ વિકુવને રામચંદ્રજી પાસે જાય છે. રામચંદ્રજી તેને પૂછે છે અરે! તું આ યમરાજની સાક્ષાત રાજધાની જેવા દંડકારણ્યમાં એકાકી કેમ છે? ત્યાં શૂર્પણખા તદ્દન ખેટી હકીકત રજૂ કરે છે કે, “હું ઉજજૈની નગરીના. રાજાની પુત્રી છું. હું એકવાર મહેલની અગાસીમાં સૂતેલી હતી
ત્યાં કઈ એક વિદ્યારે મારું હરણ કર્યું. તે હરણ કરીને આ દંડકારણ્યના પ્રદેશમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યાં એને સામે બીજો હરીફ વિદ્યાધર ભેટી ગયો. તે પણ મારા રૂપમાં અંધ બન્યા અને સામસામાં બન્ને યુદ્ધમાં ઊતરી ગયા. તાકાતમાં બનને સરખા હોવાથી પરસ્પરના યુદ્ધમાં બંને મૃત્યુ પામી ગયા અને હું એકાકી નિરાધાર બની ગઈ માટે હવે આપ જ મારે માટે આધારરૂપ છે. જેમ સીતાને આપે. અંગીકાર કરી છે તેમ મને પણ ગ્રહણ કરે.”