________________
૨૪૬
મને વિજ્ઞાન
પાપની પરાકાષ્ઠા
મણિરથ યુગબાહને કહે છેઃ ચાલ હું તને તેડવા આવ્યો છું. આવા નિર્જન પ્રદેશમાં રાતવાસે કરે એ અત્યંત જોખમ ભરેલું છે. કેવી ખોટી લાગણી બતાવે છે ! માયા-કપટની પણ કઈ અવધિ તો હેવી જોઈએને? યુગબાહુ સરળ હોવાથી મોટાભાઈની આજ્ઞા શિરેમાન્ય કરીને ત્યાંથી સુદર્શન નગર ભણી ચાલવા માંડે છે ત્યાં પાછળથી મણિરથ યુગબાહુની ગરદન પર જોરથી તલવારને પ્રહાર કરે છે. યુગબાહની કાયા એકદમ જમીન પર ઢળી પડે છે. બસ, પાપકર્મની અને પરાકાષ્ઠા કહી શકાય. એક ક્ષણિક વિષય વાસનાના સુખ માટે જીવ કેવાં ઘોર પાપ આચરે છે તે માટે આ મણિરથ દષ્ટાંતરૂપ છે. સંયમથી ઇદ્રિ પર વિજ્ય મેળવનારા મનુષ્યને આવાં ઘેર પાપ આચરવા પડતાં નથી. ખરેખર, સંયમધર્મની બલિહારી છે. તેવા સંયમી મનુષ્ય જ સદ્ગતિના અધિકારી બને છે. યુગબાહુને ધરતી ઉપર ઢળી પડેલા જોઈને અન્યાય, અન્યાય. અરે! કોઈ દડો, દોડે મને ઘર અન્યાય થયે છે એમ સતી મદન રેખા જોરથી પિકાર કરે છે. પિકાર સાંભળીને યુગબાહના સુભટો એકદમ
ત્યાં દોડી આવે છે અને મ્યાનમાંથી તલવારે બહાર કાઢીને મણિરથને કહે છે કે તમે આ શું કર્યું? તમે રક્ષક થઈને ભક્ષક બન્યા? સગાભાઈને વધ કરીને ઘોર પાપ આચર્યું? ત્યાં મણિરથ લૂલો બચાવ કરતાં કહે છે કે, આ તલવાર અચાનક હાથમાંથી સરી જતાં આ ઘટના બની છે. કે પાંગળે બચાવ! માનવી આવાં ઘોર પાપ આચરીને પરમપદના અધિ. કારી એવા પિતાના આત્માને હાથે કરીને નરકાધિકારી બનાવે છે. ખરેખર આવા જીવોની જેટલી દયા ચિંતવીએ તેટલી ઓછી છે.