________________
અંતિમ અપૂર્વ આરાધના
૨૪૫
એક પુત્ર પણ હતા. છતાં મણિર્થના ખરાબ આશયની કોઇને ગંધ પણ તેણીએ આવવા દ્વીધી ન હતી. સ્ત્રીઓન! પેટમાં વાત ટકે નહીં છતાં કેટલી ગભીરતા તેણીએ દાખવી છે!
એકવાર વસતઋતુ આવતાં મદનરેખા પેાતાના પતિ ચુગમાહુની સાથે નગરીની બહાર આવેલા ઉદ્યાનમાં જાય છે. ત્યાં આખા દિવસ અનેક પ્રકારની ક્રીડાએ કરે છે. આમ કરતાં રાત પડી જાય છે. બન્નેને થાય છે કે આજે ઘેર જવું જ નથી અને ત્યાં ઉદ્યાનમાં જ એક કદીગૃહમાં શયન કરી જાય છે. આ બાજુ મણિથ વિચારે છે કે, આજે મા ઠીક મળ્યા છે. હાથમાં તલવાર લઈને મણિરથ સીધા ઉદ્યા નમાં આવે છે અને યુગમાડુના સૈનિકો કે જે રાત્રિના પહેરા ભરી રહ્યા છે તેમને પૂછે છે કે મારા ભાઈ યુગમાડું કાં છે? બધા પહેરેગીરે ઘડીભરને માટે તે વિસ્મય પામી ગયા કે આ રાજવી પાતે મધ્યરાત્રિના સમયે અહી શા માટે આવ્યા છે? ત્યાં મણિરથ કહે છે કે, મારા નાના ભાઈ અહીં ઉદ્યાનમાં કર્યાં સુતેલે છે તે સ્થાન ખતાવા. હું તેનું રક્ષણ કરવા અહી' આવ્યે છુ, સૈનિકે કહે કે સામે કદલીગૃહમાં સૂતા છે. મણિરથ કદીગૃહમાં જાય છે. પગના અવાજ થતાં યુગમાહુ એકદમ જાગી ગયા અને મોટા ભાઈને બે હાથ જોડી પ્રણામ કરે છે. કેવી યુગમાહુની સરળતા છે. તે મેાટાભાઇનુ કેટલુ' મહુમાન જાળવે છે! જ્યારે મોટાભાઈના હૃદયમાં એકલ હલાહલ કાતિલ ઝેર ભયુ' છે. જગતમાં કેવી કર્માંજન્ય વિષમતા છે કે જેના પાર ભલ ભલા પામી શકતા નથી. સગા ભાઈ હાવા છતાં બન્ને વચ્ચે કેટલું અંતર છે ?