________________
ગિરિરાજનાં આઠ શિખરે
૧૯૭ ભણતર રહી ગયું છે પણ જીવન ઘડતર નથી. વાસ્તવમાં ખરી જરૂર તે જીવન ઘડતરની છે. ભણેલામાં પાપભીરુતા પહેલી આવવી જોઈએ. પાપથી ડરતો રહે તે જ ખરે પંડિત છે. ભણ્યા પછી હાંશિયારીથી પાપ આચરે તે તેના જેવો દુનિયામાં બીજે કંઈ અભણ નથી. આજે અમે લોકે વિહારમાં હોઈએ છીએ ત્યારે રસ્તામાં સામે મળતા ખેડૂતો તરત હાથ જોડે. જ્યારે શહેરમાં ગૌચરી વહોરવા નિમિત્તે બહાર નીકળ્યા હોઈએ ત્યારે સામે ઘણા ભણેલાઓ મળે, પણ તેમને સામું જોવાની ફુરસદ હોતી નથી. ઘણું તો ઉલટું મોઢું ફેરવી લેશે. હવે તમે જ વિચારી લે કે આમાં ભણેલા કેને ગણવા? ઓછું ભણેલો હોય પણ સંસ્કારી હોય તે અમારે કહેવું પડે કે એ ખૂબ ભણેલે છે. અથવા તેણે ભણતરનું ફળ મેળવેલું છે. ઘણું -ભણીને બાપને બાપ કહેતા પણ શરમાય તે તે ભણતરને અર્થશે છે? આ બાબત અંગેનું દૃષ્ટાંત પ્રખ્યાત છે. આપે પણ તે દૃષ્ટાંત ઘણીવાર સાંભળેલું હશે?
દૃષ્ટાંત કોઈ એક ભાઈ ઈગ્લેંડમાંથી ખૂબ ભણને અહીં દેશમાં પાછા આવેલા. અહીં તાજમહેલ હોટલ જેવા કેઈ જાહેર સ્થાનમાં પોતે ઉતર્યા. ઘણા મિત્રો તેમના સ્વાગત માટે ત્યાં એકત્રિત થયેલા હતા. ઘણા વર્ષે પોતાને દીકરો ભણીને આવતો હોવાથી તેના પિતા પણ પુત્રને મળવા નિમિત્તે અહીં મુંબઈ આવેલા, તેના પિતા સૌરાષ્ટ્ર કે ગુજરાતના કેઈ નાના ગામડામાં રહેતા, એટલે તેમની વેશભૂષા ગામડાંને અનુરૂપ હતી. માથે પાઘડી. લાંબી છાળનું કેડીયું અને નીચે ધેતિયુંઆ તેમને પહેરવેશ હતે. ભણીને આવેલા પેલા ભાઈને તેને મિત્રો પૂછવા લાગ્યા. કે આ બધા સ્વાગત કરવા આવેલામાં આ