________________
૧૯૮
મને વિજ્ઞાન
વૃદ્ધ કેણ છે? કઈ ગામડાંને રહેવાસી લાગે છે. ત્યાં પેલાએ કહ્યું, “This is my servent” આ તો મારે નોકર છે. વૃદ્ધ અંગ્રેજી ભણેલો હતો નહિ, પણ છોકરાના મેઢાના ભાવ પરથી સમજી ગયા કે આણે મને પોતાના નોકર તરીકે ઓળખાવ્યું છે. ત્યાં તો તેણે તરત જ બુલંદ અવાજે બધાની સમક્ષ જાહેર કર્યું કે તમે જેનું સ્વાગત કરવા આવ્યા છે તેને હું નોકર નથી પણ બાપ છું. ઘણા વર્ષે એ પરદેશથી ભણને આવતો હોવાથી હું પણ તેને મળવા અહીં આવ્યો છું પરંતુ સગો દીકરો હોવા છતાં તેણે જે સ્વરૂપે તમારી સમક્ષ મારી ઓળખાણ આપી છે તે પરથી મને લાગ્યું છે કે એ પરદેશમાંથી શિક્ષણ લઈને ભલે અહીં આવ્યો છે પણ સરકાર ત્યાં મૂકીને આવ્યો છે. પછી તે સ્વાગત કરવા આવેલા મિત્રોએ પણ તેને ખૂબ ઉપાલંભ આપ્યું અને કહ્યું કે તને બાપને બાપ તરીકે ઓળખાવતા શરમ આવી! આ તો અમે તારા મિત્રો હોવાથી અમારે પણ શરમાવવા જેવું થયું. ભણેલા મનુષ્યએ તો પોતાના માતાપિતા તરફ વિશેષ નમ્રતા દાખવવી જોઈએ. અભણ મનુષ્યો પણ પોતાના માતાપિતાના ઉપકારને ભૂલી જતાં નથી. તે પછી ભણેલા કેમ ભૂલી શકે? પરંતુ આપણે વચમાં વિવેચન કરી ગયા તેમ આજે શિક્ષણ તરફ ધ્યાન દેવાય છે પણ બાળકોના સંસ્કાર તરફ ધ્યાન દેવાતું નથી તેની જ આ બધી મેંકાણ છે.
સંસ્કારને પિષણ આપે તે જ ખરુ શિક્ષણ
શિક્ષણ પણ મનુષ્યને લીધા વિના ચાલતું નથી. પરંતુ ખરું શિક્ષણ કહેવાય કેને? વિનય, વિવેક, પાપભીરુતા, માતાપિતાની સેવા, દેવ ગુરુની ભક્તિ–આ–બધા સંસ્કારેને