________________
૧૯૬
મનોવિજ્ઞાન મરણ કરેલાં છે. આ સ્વરૂપે વિચારવામાં આવે તો ભલભલાને મદ ઊતરી જાય.
ભણતરની સાથે જીવનઘડતરની પણ જરૂર
શાસ્ત્રોમાં જે ઉત્તમ જાતિ કે ઉત્તમ કુળને મહિમા. ગવાએલે છે એ તે ધર્મ સામગ્રીની પ્રાપ્તિ અંગે છે. આ કાળમાં પણ અમુક જાતિઓ એવી છે કે જેમાં જન્મ પામેલા મનુષ્યને જીવદયા વગેરેના સંસ્કાર ગળથુથીમાંથી જ મળેલાં હોય છે. જાતિ એ માતૃપક્ષ હોવાથી માતાઓનાં સંસ્કાર ઉત્તમ હોય તે ગર્ભાશયમાં રહેલા બાળક ઉપર પણ તેને પ્રભાવ પડયા વિના રહેતો નથી. લઘુવયમાં બાળકોમાં જે સંસ્કાર માતાઓ રેડી શકે છે તેવા કોઈ રેડી શકે નહિ. બાળકને નાનપણમાં શિક્ષકે પાસે ભણાવવામાં આવે છે! પણ શિક્ષકો આપી આપીને શું આપી શકે? શિક્ષણ આપે, પણ જે જાતના સંસ્કાર બાળકમાં માતાએ રેડી શકે તેવા સંસ્કાર શિક્ષકે પણ રેડી શકે નહિ.
આ કાળનાં શિક્ષકોમાં વાસ્તવિક ધાર્મિક દષ્ટિવાળા શિક્ષકે ઘણા ઓછા છે. એકલી આલોકપ્રધાન દષ્ટિવાળા શિક્ષકે પાસે લાંબી આશા રાખી શકાય નહિ. અથવા એકલા પગાર સામે નજર રાખીને ભણાવનારા શિક્ષકે તે ભાડુતી જેવા કહેવાય. જે કે બધા કંઈ તેવા હેતા નથી પણ કાળની. વિષમતાને લીધે આજે મોટા ભાગનાઓની મીટ પિતાની સ્વાર્થવૃત્તિ પર જ મંડાયેલી છે. જ્યારે તે કાળના શિક્ષકોમાં બાળકના આલેક અંગેની જનહિ પણ પરલેક અંગેની પણ ચિંતા હતી અને તેવા શિક્ષકના હાથે ભણતરની સાથે બાળકના જીવનનું ઘડતર પણ થઈ શકે. આજે