________________
શાંતિને સંદેશ
૧૮૫ અધ્યાત્મના ગ્રંથોનું ઊંડું જ્ઞાન આત્મા માટે જ્ઞાન, દર્શન અને ચારિત્ર સિવાયનાં બધાં અહિંભાવે છે. આજ ગાથાના ભાવાર્થને અનુસરતી ગાથા સમયસારમાં મેક્ષ અધિકારમાં આવે છે.
पण्णाए धित्तवो जो चेदा, सोअहंतु णिच्छयदो । अवसेसा जे भावा ते मज्ज परेत्ति णायव्वा ॥
સમયસારમાં શિષ્ય એ રીતને પૂ. ગુરુદેવને પ્રશ્ન કર્યો કે પ્રભુ? આત્મા કઈ રીતે ગ્રહણ થાય તે આપ મને ફરમાવે પ્રત્યુત્તરમાં ગુરૂમહારાજ કહે છે કે પોતાની પ્રજ્ઞા વડે જ આત્માને ગ્રહણ કરી શકાય છે પ્રજ્ઞા વડે આત્માને ગ્રહણ કરવાની રીત એવા પ્રકારની છે કે જેનું ચૈતન્ય એ જ સ્વરૂપ છે અથવા ચેતના એ જ જેના માટે પરમાધારરૂપ છે તે જ હું પોતે આત્મા છું એટલે કે ચૈતન્ય તે જ હું છું. બાકીના જેટલાં બહિંભાવે છે તે બધા મારાથી પર છે. આ સમયસારની ગાથાના ભાવાર્થ ઉપરથી સ્પષ્ટ થાય છે કે પૂ. આનંદઘનજી મહારાજને આગમશાસ્ત્રોની જેમ અધ્યાત્મના ગ્રંથનું પણ ઊંડું જ્ઞાન હતું.
શ્રીમાન્ આનંદઘનજીની ચોવીશીમાં ઘણું ઘણાં શાસ્ત્રોના ‘ઉલ્લેખ સ્પષ્ટતયા મળી આવે છે. છઠ્ઠા ભગવાન શ્રી પદ્મ :પ્રભસ્વામિનાં સ્તવનમાં તેઓ ફરમાવે છે કે, અન્ય સંગી જ્યાં લગી આતમા રે,
સંસારી કહેવાય ?