________________
૧૮૪
મને વિજ્ઞાન છે. શરીર પણ આત્માની સાથે સંગ સંબંધે છે, ત્યાં બીજાં કુટુમ્બ કબીલાના પરિવારની તો વાત જ ક્યાં કરવાની રહી? જે શરીરને જીવે પિતાનું માન્યું છે તે પણ એક દિવસે છૂટી જવાનું છે. ત્યાં ધન-વૈભવ શરીરના સંબંધની અપેક્ષાએ ઘણા દૂરના સંબંધીઓ છે. તે તો શરીરની હયાતિમાં પણ ઘણીવાર આ ભવમાંયે જીવથી છૂટા પડી જાય છે.
વોસિરે વોસિરે કરનારને એયરે એયરે કરવાને
વખત ન આવે
માટે શ્રીમાન આનંદઘનજી ફરમાવે છે કે, જ્ઞાનચેતના સિવાયને બાકી બધે પરિવાર જીવની સાથે સંગ સંબંધે રહ્યો હોય છે. તેને એક દિવસે નિશ્ચિતપણે વિયોગ થાય છે. સંગમાં રાગ અને મમત્વનું શલ્ય જેટલું ઊંડું જાય છે. તેટલું જ વિયેગમાં દુઃખદાયક થાય છે, માટે સંયોગિક સંબંધોને તે જીવે રાત્રિનાં શયન કરતાં પહેલાં અહનિશત્રિવિધે ત્રિવિધ સિરાવવા જોઈએ આ સંબંધને જ વોસિરાવવા જોઈએ, તેમનહી તેના ઉપરની મમતા પણ વેલિરાવી દેવી જોઈએ. મનુષ્ય સમજીને વોસિર–સિરે નથી કરતા અને વિયેગનાં સમયે પાછળથી એયરે, એયરે કરતા હોય છે. અને જેનો સંગ છે તેને વિશે તે નિશ્ચિતપણે થવાનું જ છે. આત્મા અને જ્ઞાનને વિગ ન થાય કારણ બનેને તાદામ્ય સંબંધ છે. જ્યારે શરીર અને આત્માને તો વિયોગ થવાને જ છે. કારણ કે બન્નેને સંયોગ સંબંધ છે.