________________
૧૮૬
મનોવિજ્ઞાન આબેહુબ આવા જ પ્રકારનો સ્પષ્ટ ઉલ્લેખ પૂ. હરિ. ભદ્રસૂરિ મહારાજાએ ચેલાં ગબિંદુ ગ્રંથમાં આવે છે કે ”
आत्मा तदन्य संयोगात् संसारी तद् वियोगतः । .
અર્થાત્ આત્મા અન્ય કર્મ સંગને લીધે સંસારી છે અને અન્ય સંગને વિયેગથતાં તેને તે આત્મામેક્ષાધિકારી થાય છે. વચમાં ત્રણ ચેતનાને જે આપણે ઉલ્લેખ કરી ગયા તેનું વિસ્તારથી સ્વરૂપ પૂ. આનંદઘનજી મહારાજે બારમા શ્રી વાસુપૂજ્ય ભગવાનનાં સ્તવનમાં કહેલ છે અને પ્રવચનસારમાં શ્રી કુંદકુંદાચાર્યે પણ ત્રણે ચેતના ઉપર વિસ્તારથી વિવેચન કરેલ છે.
શ્રીમાન આનંદઘનજી બારમા ભગવાનના સ્તવનની એક ગાથામાં ફરમાવે છે કે,
પરિણામી ચેતન પરિણામે,
જ્ઞાન કરમ ફલ ભાવી રે, જ્ઞાન કરમ ફળ ચેતન કહીયે,
લેજો તેહ મનાવી રે, વાસુપૂજ્ય જિન ત્રિભુવન સ્વામી,
ઘનનામી પરનામી રે, જ્યારે પ્રવચનસારમાં શ્રી કુંદકુંદાચાર્ય લખે છે કે,
अप्पा परिणामप्पा परिणामो णाणकम्म फलभावि, तम्हा णाण कम्मं फलं च आदा मुणेयव्वो ॥