________________
પS મનોવિજ્ઞાન (ઉત્તરાર્ધ)
મનોવિજ્ઞાનના વિષય પર લંબાણથી વિવેચન કરી ગયા, છતાં હજી સમજાવવાનું ઘણું બાકી છે, એટલે મને વિજ્ઞાનનાં વિષયને પૂર્વાર્ધ અને ઉત્તરાધના બે વિભાગમાં વહેંચી નાખવે. પડે છે. તેમાં પૂર્વાર્ધમાં મને નિગ્રહ અંગેના ઉપાયે તેમજ મનનું સ્વરૂપ અનેક દાખલા દષ્ટાંતો આપવા પૂર્વક સમજાવી ગયા. હવે ઉત્તરાર્ધમાં પૂ. ગીરાજ આનંદઘનજીએ રચેલા સત્તરમાં કુંથુનાથ ભગવાનના સ્તવન પર વિવેચન કરવાનું છે. “આનંદઘન ચોવીશી” આપણામાં પ્રખ્યાત છે. શ્રી આનંદનઘજીએ અમુક પદે પણ રચ્યા છે. શ્રી આનંદઘનજીને આશય અત્યંત ગંભીર અને ઉદાર છે, તેને પાર સ્વાનુભવ વિના પામી શકાતું નથી. નાના બાળકને કઈ પૂછે કે સમુદ્ર કેવડો મોટો છે? તે બાળક કયા શબ્દોમાં તેનું વર્ણન કરે? તે તે હાથ લાંબો કરીને કહે કે આવડે મોટો છે. તેમ સ્વાનુભવ વિના આનંદઘન જેવા મહાનગી પુરુષના " આશયને કયા શબ્દોમાં વર્ણન કરી શકાય ! અનુભવ ગેચર જે વસ્તુ હોય છે તેને પાર એકલા શાસ્ત્ર જ્ઞાનથી પણ પામી " શકાતું નથી. શાસ્ત્ર પણ દિશા બતાવનાર છે, વસ્તુની પ્રાપ્તિ તે અનુભવજ્ઞાનથી જ થાય છે. સ્વાનુભવ એ આત્માને ખરે મિત્ર છે. અનુભવ રહિત જ્ઞાન પાણી અને દૂધની ઉપમાવાળું છે, જેને શ્રત અને ચિંતાજ્ઞાન કહેવામાં આવે છે, જ્યારે અનુભવયુક્ત ભાવનાજ્ઞાન એ અમૃત સમાન છે.