________________
૧૩૨
મનોવિજ્ઞાન
શ્રતજ્ઞાનને પરિપાક તે જ અનુભવજ્ઞાન
જેમ દિવસ અને રાત્રિથી સંધ્યા જુદી હોય છે, તેમ શ્રુતજ્ઞાન અને કેવલજ્ઞાનથી પૃથફ અનુભવજ્ઞાનને પંડિતે એ કેવલજ્ઞાન રૂપી સૂર્યના અરૂણોદયરૂપ કહ્યું છે. અગ્નિપર ચડાવીને દૂધને ખૂબ ઘૂંટવામાં આવે એટલે તેમાંથી જેમ દૂધપાક, બાસુદી, મા બને છે, તેમ શ્રુતજ્ઞાનના ઘોલનના પરિપાક રૂપે અનુભવ જ્ઞાન પ્રગટે છે. જ્ઞાનના તે પાંચ જ પ્રકાર છે. શ્રુતજ્ઞાનને. પરિપાક એજ અનુભવજ્ઞાન છે. અનુભવજ્ઞાન મતિ શ્રુતજ્ઞાનનું ઉત્તરભાવિ હોવાથી અને કેવલજ્ઞાનનું પૂર્વભાવિ હોવાને લીધે તેને કેવલજ્ઞાનરૂપી સૂર્યના અરૂણોદય સ્વરૂપ કહ્યું છે. અતીન્દ્રિય એવું જે પરબ્રહ્મ છે (આત્મ સ્વરૂપ છે) તે શાસ્ત્રોની સેંકડે યુક્તિઓથી પણ જાણી શકાતું નથી. પણ તે અનુભવ જ્ઞાનથી જ જાણી શકાય છે. શાસ્ત્રો સાંભળીને જ બેસી રહીએ. તે અનુભવજ્ઞાન કયાંથી પ્રગટવાનું છે? શ્રવણ ઉપર ચિંતન હાય, મનન હોય તે તેના ફળસ્વરૂપે અનુભવજ્ઞાન પ્રગટે છે.
કપનાના ઘેડા દોડાવે શું વળે?
એકલી કડછી દૂધપાકમાં ફર્યા કરે છે તે કડછી દૂધ પાકને સ્વાદ ક્યાંથી માણી શકવાની છે? તેમ માનવી શાસ્ત્રને ભણીને એકલા કલ્પનાના ઘોડા જ દોડાવ્યા કરે તે શાસ્ત્રના ખરા રહસ્યને તે કયાંથી પામી શકશે? દૂધપાકના ભાણે બેઠેલા માણસ જેમ જીભ વડે દૂધપાકને આસ્વાદ માણી શકે છે, તેમ અનુભવજ્ઞાનરૂપી જિહાવડે શાસ્ત્રરૂપી ક્ષીરાનને સ્વાદ અનુભવજ્ઞાની માણી શકે છે. આજે પણ તમે જોઈ શકે છે કે ભણી ગયેલા પંડિતે ઘણા મળી આવશે; પણ જીવનમાં તે અંગે સ્વાનુભવ કર્યો હોય તેવા મળી આવવા દુર્લભ છે. માટે પૂ. ઉપાધ્યાયજીએ ફરમાવ્યું છે કે :