________________
૧૨૫
મને વિજ્ઞાન (પૂર્વાર્ધ) કેટલી જાગૃત હશે. જ્ઞાન દષ્ટિ વિનાના મનુષ્ય તે આવી વાત સાંભળીને પણ ઊભા થઈ જાય! શું અમે આ બધું કરીએ એ ખોટું છે ? અરે ભાઈ ખાટું, કેણ કહે છે. પરંતુ જ્ઞાનીના આવા મહાભૂલાં વચન સાંભળીને તેમાં સુધારો કરવામાં શે વાંધો છે? દરેક ધર્મ પ્રવૃત્તિમાં જેમ તનને સ્થિર રાખીએ છીએ તેમ મનને પણ સ્થિર રાખવાની જ્ઞાની પુરૂષે હિતશિક્ષા આપે છે.
દષ્ટિને અંતરમાં વાળો એતે પર નહીં યોગકી રચના,
જે નહીં મન વિશ્રામ. ચિત્ત અંતર પર કે છળ ચિંતવત,
કહાં જપત મુખ રામ. " જબ લગ આવે નહીં મન ઠામ છે
કહે છે એકલાં બાહ્ય કષ્ટો સહવા માત્રથી યોગ સિદ્ધિ નથી. જો મન વિશ્રાંતિને ન પામ્યું હોય તો! ચિત્તમાં તું પારકાનાં દૂષણ ચિંતવે છે તે પછી તું મેઢેથી રામ રામ શું જપવા બેઠો છે ? કયા મેઢે તું ભગવાનનું નામ લે છે? કેવી અદ્દભુત વાણું ઉચ્ચારી છે. આજે મેટે ભાગે આ જ વાતાવરણ ચાલી રહ્યા છે. એક બાજુ ઉપાશ્રયમાં માળા જપતા હોય અને બીજી બાજુ બીજાઓના મનમાં દોષ ચિંતવતા હોય અને કેટલાકે તે સાધુઓનાં પણ છિદ્ર જેતા હેય. આવી મનની સ્થિતિ હોય ત્યાં યોગસિદ્ધ કયાંથી સંભવે. આપણે આપણા દેષ જેવા, બીજાનાં જેવાને આપણને શે અધિકાર છે? પણ જીવે દૃષ્ટિને અંતરમાં વાળી નથી. ભગવાન મહાવીર કેટલા અંતર્મુખ હતા અને તેમની સાથે રહેનારે