________________
૧૨૬
મનોવિજ્ઞાન
ગશાળે કેટલો બધે બહિં મુખ હતો? જ્યાં ત્યાં ડેકાયા જ કરતો હતો અને કેટલાયના હાથને તેણે મેથી પાક ચાખેલે,
છતાં ઠરીઠામ ન થે. તેવી જ રીતે આજે પણ મનુષ્યમાં - બહિંમુખ ભાવ ઘણું વધ્યો છે, જે પોતાના માટે અત્યંત નુકશાનકારક છે.
તે પ્રગટે આતમરામ છેલ્લે ઉપાધ્યાયજી કહે છે કે વચન અને કાયાને ઘણાં ગાવે છે. પણ મનરૂપી ઘોડાની લગામકાબૂમાં રાખી શક્તા નથી. તેવા - મનુષ્યો મેક્ષનાં સાધનને પામી શકતા નથી. તેવા માટે સાધન પણ અંતે બંધનરૂપ થાય છે. સત્ સાધન સમજ્યા વિના બંધન શું તૂટવાના છે? આ બધી મનના નિગ્રહની વાતે સાંભળીને અને એ વાત બહુ અઘરી લાગતા નિરાશાને અનુભવતે સાધક કહે છે. ત્યારે હવે અમારે શું કરવું ? આ બધી જ્ઞાન ક્રિયા વગેરેની પ્રવૃત્તિ મૂકી દેવી? મન તો એકદમ ઠેકાણે : આવતું નથી ત્યારે શું આ બધી પ્રવૃત્તિ છેડી દેવી? “પઢે જ્ઞાન કરે સંયમ કિરિયા,
મત ફિરા મન ઠામ, ચિદાનંદ ઘન સુજસ વિલાસિ,
પ્રગટે આતમરામ. જબલગ આવે નહીં મન ઠામ.” શંકાના સમાધાનમાં ગુરુભગવંત કહે છે કે ખૂબ જ્ઞાન - ભણે, સંયમની બધી ક્રિયાઓ પણ કરે, ધર્મ પ્રવૃત્તિ પણ આદરે. વાત એટલી જ છે કે મનને ચારે બાજુ જમાડે નહિ. ભલે મન એકદમ ન જીતી શકાય પણ અભ્યાસ ચાલુ રાખે. અંતે મન જરૂર તમને વશ થઈ જશે. સ્થિરતા