________________
• ૧૨૪
મને વિજ્ઞાન આખર ફળ ન લહેગે ,
જગ વ્યાપારી બિનુ દામ. જબ લગ આવે નહીં મન ઠામ” બ્રહ્મવતીનું નામ ધરાવે છે અને કરણી વગર તું બેટી મેટાઈ રાખે છે! તેમાં તું આખર કેઈ ફળને પામી શકવાનો નથી. જેમ વ્યાપારી પાસે દામ ન હોય તે તે શું ફળ પામે, તેમ મન ઠામ ન હોય તે સાધક શું ફળ પામે, શંકાકાર શંકા કરે છે કે મસ્તકનું મુંડન કરાવેલ હોય, વાળ હાથથી ઉખેડયા હોય, વનવગડાનાં નિજન પ્રદેશમાં વિચરતા હોઈએ –અથવા ખૂબ મોટી દાઢી વધારી હોય, અનેક કષ્ટો સહન કરતાં હોઈએ છતાં શું એક મન ઠેકાણે ન હોય તો આટલાં કષ્ટો સહન કરવા છતાંયે કાંઈ ફળ ન મળે?
મુંડ મુડાવત સબહી ગડરીયા, - હરિણ રેઝ વન જાત. જટા ધાર વટ ભસ્મ લગાવત,
રાસભ સહતુ હે ઘામ. જબ લગ આવે નહીં મન ઠામ ”
પ્રત્યુત્તરમાં કહે છે ઘેટાં પણ દર છ મહિને મુંડાવે છે. હરણ અને રેઝ વન વગડામાં જ ભમે છે. વડલાના વૃક્ષ પણ મેટી લાંબી દાઢી વધારે છે. ગધેડા અને ઉંટ પણ અનેક કટો સહે છે; છતાં સકામ નિર્જરાનાં ફળને પામતા નથી. તેમ મન સમતાભાવમાં આવ્યા વિના અજ્ઞાન પણે ગમે તેટલા કષ્ટ સહેવામાં આવે છતાં જીવ સકામ નિર્જરા સાધી શકતો નથી.
આ ઉપરથી સમજાય છે કે પૂ. યશવિજયજી મહારાજ અધ્યા- ત્મના માર્ગમાં કેટલાં ઊંડા ઉતર્યા હશે. તેમની અંતરદષ્ટિ