________________
મનોવિજ્ઞાન (પૂર્વાર્ધ)
* ૧૦૭ અને જાણે મેક્ષ સામે જ મીટ માંડીને મેરુ પર્વતની જેમ અડેલ આસને ઊભા છે. મેક્ષને અને આમને હવે બે આંગળનું પણ છેટું નથી. ધન્ય છે આ મહાત્માને કેટીકોટી વંદન હે. આ મહર્ષિનાં ચરણમાં! આ રીતે સુમુખે સ્તવના કરી. ત્યાં પેલે દુર્મુખ નામે દૂત કહે છે. કે આ મુનિ તો અધન્ય છે અને મહા પાપી છે. તું આ મુનિની આટલી બધી પ્રશંસા શા માટે કરે છે? કહેવતમાં કહેવાય છે “યથા નામા તથા ગુણા.બંનેમાં નામ પ્રમાણેનાં ગુણ છે. સુમુખે મહર્ષિનાં તપની કેટલી અનમેદન કરી, જ્યારે દુર્મુખ તેમને મહાપાપી ઠરાવે છે. દુનિયામાં દષ્ટિ તેવી સૃષ્ટિ છે. બધો આધાર છવની પાત્રતા ઉપર છે. સુમુખ વિચારે છે કે દુર્જનનો સ્વભાવ જ હંમેશા એવો હોય. છે કે તે સદ્ગુણમાંથી પણ અવગુણને જ ગ્રહણ કરે, આવા ગુણગણનાં ભંડાર જેવા આ મહાપુરુષમાં પણ દુમુખની દૃષ્ટિ દેષને ગ્રહણ કરે છે.
માનસિક સંગ્રાગ પછી સુમુખ પેલા દુર્મુ અને કહે છે કે આ મહાપુરુષને તું શા માટે નિંદે છે? ત્યાં દુર્મુખ કહે છેઃ અરે! આનું નામ પણ લેવા જેવું નથી. આણે તે પોતાનાં નાનાં પાંચ વર્ષની ઉંમરનાં છોકરાને પ્રધાનોનાં ભરેસે રાજ્યગાદી પર બેસાડીને દીક્ષા અંગી કાર કરી છે. સાંભળવા પ્રમાણે ચેડાંક જ સમયમાં રાજ્ય તરફનાં મેહને લીધે રાજ્યગાદી પર બેસાડેલાં બાળકનો વધ કરીને પ્રધાને રાજગાદી પડાવી લેવાના છે. એનાં પુત્રને વધ થાય એટલે આ દીક્ષિત બનેલાં રાજવીના વંશને ઘાત થાય. વંશના ઘાતકીને મહાપાતકી કહ્યો છે. માટે કહું છું કે સુમુખ! તું આની પ્રસંશા કરે છે, પણ હું તો આને સારી રીતે ઓળખું