________________
૧૦૬
મનોવિજ્ઞાન:
રાજષિનું સંક્ષેપમાં વૃતાંત પ્રસન્નચંદ્ર પિતનપુર નગરના રાજવી હતા.એકવાર સૂર્યા સ્તના સમયે ખીલેલી સંધ્યા તરફ તેમની દૃષ્ટિ પડે છે. સંધ્યાને રંગ આબેહૂબ ખીલ્યા હતા. આકાશમાં રંગબેરંગી વાદળાઓની પણ અભુત શેભા હતી. સંધ્યા સમયની શોભા જોઈને રાજવીને મનમાં ખૂબ હર્ષ થયો. ત્યાં તે એક થોડીક વારમાં જ એ બધી શોભા વિખરાઈ ગઈ. રાજવી વિચારે છે. અર૨!: એ શોભા કયાં ગઈ? રાજવીના મનમાં સમસ્ત સંસાર પર ઉત્કટ વૈરાગ્ય પ્રગટે છે અને એ વિચારે છે કે આ રીતે આ તન; ધન અને યૌવનક્ષણવારમાંવિખરાઈ જશે. ત્યારબાદ પોતાનાલઘુવયનાં બાળકને રાજગાદી પર બેસાડીને પ્રસન્ન ચંદ્ર રાજાએ પ્રવજ્યા અંગીકાર કરી. પૃથ્વીતલ પર વિહાર કરતાં એક વાર રાજગૃહી નગરીની બહારના ભાગમાં શ્મશાન જેવાં નિર્જન, પ્રદેશમાં પિતે કાર્યોત્સર્ગ ધ્યાનમાં સ્થિત રહ્યાં છે, એક પગ ઉપર બીજા પગને ચડાવીને અને સૂર્યનાં મંડળ પર પિતાની. દષ્ટિને સ્થાપીને અડેલ આસને પોતે ઊભેલાં છે, એટલામાં વીર ભગવાન ત્યાં ગ્રામાનુગ્રામ વિચરતાં રાજગૃહી નગરીનાં બહારનાં ભાગમાં ઉદ્યાનમાં સમવસરે છે. દેવતાઓ ત્યાં આવી સમવસરણ રચે છે.
શ્રેણિક મહારાજાને વધામણનાં સમાચાર મળતાં પરમાં ત્માને ચતુરંગી સેનાં સજીને મેટા આડંબર સહિત વંદના. કરવા જાય છે. સૌન્યની આગળ ચાલનારે સુમુખ નામે દૂત મહર્ષિની સ્તવના કરે છે. ધન્ય છે આ. મહર્ષિને કે જેમણે સમગ્ર રાજ્ય લક્ષ્મીને ત્યાગ કરીને પ્રવજ્યાં અંગીકાર કરી છે અને કેવા ઉગ્રપણે તપ તપી રહ્યા છે !