________________
મને વિજ્ઞાન (પૂર્વાર્ધ)
૧૦૫ કારભાર તો પ્રધાનનાં જ હાથમાં રહેવાને છે. આત્મા રૂપી મહારાજાના વિશાળ સામ્રાજ્યમાં અત્યારે મનને જ કારભાર ચાલે છે. આત્મા પોતે પોતામાં સાવધાન ન હોય એટલે રાજ્યમાં ચલણ તો પ્રધાનનું જ રહેવાનું છે. જુનાગઢમાં નવાબી હતી ત્યારે તેના રાજ્યમાં પ્રધાનનું ચલણ હતું. પ્રધાને નવાબને એ ચડાવ્યો કે નવાબને પાકિસ્તાન ભેગા થવું પડ્યું અને તેની સ્થિતિ છેબીના કુતરા જેવી થઈ પડી. ત્યાં પાકિ. રસ્તાનમાં તેનું કેઈ સ્થાન ન રહ્યું અને અહિંના સાલીયાણાને લાભ પણ તેને ગુમાવવો પડ્યો. આત્મા પણ મનને આધીન બને તો તેની પણ તેવી સ્થિતિ થાય. પછી આત્મા ન મોક્ષને અધિકારી બને કે ન સદ્ગતિને અધિકારી બને. અંતે દુર્ગતિના ખાડામાં આત્માને પડવુ પડે, માટે મન કે ઈન્દ્રિયોને આત્માએ આધીન ન બનતા એણે મન અને ઈન્દ્રિયોને પિતાને સ્વાધીન કરી લેવા. આત્માએ પિતે મનને વશ થવું નહિ પણ મન પર અંકુશ રાખવે એ ઘણું જ અગત્યનું છે. મન વશ હોય તે દેવસુખ અને આગળ વધીને મોક્ષસુખ હાથવેંતમાં છે. અને મન વશ ન હોય તો બધું ધૂળધાણી છે અને ઉલટી માથે ઘોર દુઃખની પરંપરા આવી પડે છે. અધ્યાત્મ કક્રમમાં પૂ. મુનિસુંદર સૂરિ ફરમાવે છે કે
प्रयत्नाद तदन्तः करण कुरुष्व । હે આત્મન તું પ્રયત્ન વડે મનને જલદીથી વશ કરી લે? વશ અને અવશ મન વચ્ચે તે આકાશ પાતાળ જેટલું અંતર છે. મને પોતાને વશ હોય તે અલ્પકાળમાં કેવલજ્ઞાન અપાવે અને મનને જે આત્મા પતે વશ હેય એટલે કે મન અવશ હેય તે ક્ષણમાં સાતમી નરક અપાવે પ્રસન્નચંદ્ર રાજર્ષિ તેમાં દૃષ્ટાંતરૂપ છે.