________________
૧૦૪
મને વિજ્ઞાન જો કે અવધિજ્ઞાન અને મન પર્યત્રજ્ઞાન ક્ષાયોપથમિક ભાવે હોય છે. છતાં તેમાં પણ મન કે ઈન્દ્રિયનું આલંબન હેતું નથી, તે બન્ને જ્ઞાન દેશ પ્રત્યક્ષ છે તે કેવલજ્ઞાન સર્વ પ્રત્યક્ષ છે. મતિ અને શ્રત સિવાયનાં બાકીનાં ત્રણે જ્ઞાન અતીન્દ્રિય પ્રત્યક્ષ કહ્યાં છે.
અપંગને જેને ટેકે લેવો પડે તેને ટેકે જેના હાથ પગ મજબૂત હોય તેવા માણસને લેવો પડતો નથી. એટલે આત્મા અનંત શક્તિમાન છે. આત્મા પોતે જાગૃત અવસ્થામાં હોય તે મન આત્મા ઉપર સવાર થઈ શકતું નથી– ઘેડા ઉપર તેને માલિક સવાર થાય છે, પણ ઘોડો તેના માલિક ઉપર સવાર થાય એ વાત તે કદી કેઈના સાંભળવામાં પણ નહી આવી છે. તેવી રીતે ઈન્દ્રિય અને મન આત્મા ઉપર સવાર થાય ત્યારે સમજી લેવું કે છેડાએ માલિક ઉપર સવારી કરી છે, જે કેઈનાં ગળે ઉતરે તેવી વાત નથી. અને તેના જેવી બીજી આત્માની વિડંબના કઈ છે? વર્તમાનમાં જીવની તે સ્વરૂપે હાલત છે. મન અને ઈન્દ્રિયેનો આત્મા જાણે કે ગુલામ બન્યા છે. આ તો મનમર્કટ આત્મારૂપી મદારીને નચાવી રહ્યો છે. જગત વ્યવહારમાં જુઓ તો મદારી મર્કટને નચાવે છે, જ્યારે અહી મનમર્કટ આત્મારૂપી મદારીને નચાવે છે. આ પણ એક અજબગજબની વાત છે, નહિ તે આત્મા આગળ મનની તાકાત કેટલી? આત્મા તે શરીર, ઈન્દ્રિય, મન, બુદ્ધિ બધાયની પેલે પાર છે. પણ તે પોતે પોતાને ભૂલ્ય એટલે મન, ઈન્દ્રિયો બધા તેના પર ચડી બેઠા છે.
તે મુક્તિ સુખ હાથ વેંતમાં આત્મા રાજા છે અને મન પ્રધાન છે. પણ રાજા પોતે મેહમદિરાનું પાન કરીય ઉન્મત્ત બન્યા હોય ત્યાં રાજ્ય