________________
મનોવિજ્ઞાન (પૂર્વાધ )
૧૦૩
છે, જ્યારે તે મહાપુરુષા અજામર સ્થાને પહોંચી ગયા છે. માટે તેમના આત્મા અને આપણા આત્મા વચ્ચે ઘણુ અંતર્ પડે છે. તેઓ ભગવાન થઈ ગયા, જ્યારે આપણે હજી ભવમાં ભટકતા રહી ગયા. છતાં આ અંતરને ન જ ભાંગી શકાય તેવી કોઈ વાત નથી. માત્ર મનને સવળે વળાંક આપવાની જરૂર છે. આત્મા મનને પરવશ પડેલા છે, તેની જગ્યાએ મન આત્માને વશ થઈ જાય એટલે મેાક્ષની સ’પદ્મા હાથવે તમાં છે.
માલિક ઉપર ઘેાડાની સવારી
આત્મા ધારે તે મનને વશ કરી શકે છે. કારણ કે આત્મા જ સર્વોપરિ સત્તા છે. આત્મા મહારાજા છે; તેા મન પ્રધાન છે. મનને વેગ ગમે તેટલે હેાય પણ આત્માની શક્તિ અમાપ છે. મનના પણ એ પ્રકાર છે-દ્રવ્યમન અને ભાવમન. તેમાં દ્રવ્યમન તે મનાવ ણાના પુદ્ગલાથી બનેલુ હાવાથી જડરૂપ છે, જ્યારે ભાવમન જ્ઞાનાવરણીયાદિ કર્માંના ક્ષયેાપશમ રૂપ હાવાથી ચેતનરૂપ છે.
જેનાથી વિચાર કરી શકાય એવી આત્માની શક્તિ તે મન છે. બન્ને પ્રકારનાં મનના સુમેળ થતા જીવ સ્પષ્ટ વિચારી શકે છે. સ'જ્ઞી પંચેન્દ્રિય જીવાને અને પ્રકારનાં મન હાય છે. અસંજ્ઞિ જીવેામાં સ્પષ્ટ વિચાર શક્તિને અભાવ હાવાથી તેમને ફક્ત ક્ષચેાપશમરૂપ ભાવમન હેાય છે.
આત્મા જ્ઞાનની પરિપૂર્ણ ભૂમિકાએ પહેાંચ્ચે નથી ત્યાં સુધી વચગાળામાં મન અને ઈન્દ્રિયાનેા તેને સહારો લેવા પડે છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન જીવને મન અને ઇન્દ્રિયાના આલંબનથી થાય છે. આગળ જતાં ક્ષાયિકભાવે કેવળજ્ઞાન પ્રગટ થતાં તે બધાં આલંબના છૂટી જાય છે.