________________
૧૦૨
મનોવિજ્ઞાન સ્થિતિ જાણે ઘડીકમાં તેલ ને ઘડીકમાં માસા જેવી છે. આજનાં મનુષ્યનાં મન સાચવવાં એ ઘણી અઘરી વાત છે. આજથી પચાસ સો વર્ષ પહેલાનાં મનુષ્યમાં પણ સહિષ્ણુતા ઘણી હતી. ગમે તેવું માથે કષ્ટ પડયું હોય તે સહન કરી લેતા, જ્યારે આજે સહિષ્ણુતા જરાયે રહી નથી.
જીવનમાં સહન કરતાં શીખવું જોઈએ. તમે દરેક પ્રકારનાં તપ આચરે છે, પણ એક વાત નેંધી રાખો કે સહિષ્ણુતા જેવું બીજું એકે દુનિયામાં તપ નથી. હજી કદાચ મેરૂ ચલિત થાય પણ પૂર્વકાળનાં મહાપુરુષો પોતાના ધ્યેયથી ચલિત થયા નથી. પોતાના માર્ગમાં તેઓ અડગ રહ્યા એટલે તેઓ મેક્ષને પામ્યા છે. શ્રી ગજસુકુમાલ. શ્રી મેતાર્ય મુનિ, શ્રીસુકેશલ મુનિ જેવા મહાપુરુષને કેવા ઘેર ઉપસર્ગો થયા છે. છતાં તે મહા પુરષોએ મોઢામાથી ઊંહ સર બે શબ્દ કર્યો નથી અને ઘેર ઉપસર્ગ કરનારાઓને પણ તેમણે મિત્ર સમાન લેખ્યા છે. હવે વિચારી જુઓ તે મહાપુરૂષની અંતરંગ દશા. કેટલી જાગૃત હશે અને તેમને આત્મા કેટલી ઉચ્ચ ભૂમિકાએ પહોંચી ગએલો હશે ! તે મહાપુરુષે આખો માર્ગ પસાર કરી ગયા, જ્યારે આપણે હજી ચાલવાની શરૂઆત કરી નથી. તેમનાં આત્મામાં ઝળહળતા કેવલજ્ઞાનરૂપી સૂર્યને ઉદય થઈ ગયે જ્યારે હજી આપણા આત્મામાં અરૂણોદય પણ પ્રગટ નથી. તેઓ આત્માની પૂર્ણતાને પામી ગયા, જ્યારે હજી આપણે એકડો ઘૂંટી રહ્યા છીએ. તેઓ ગિરિશિખર ઉપર આરૂઢ થઈ ગયા, જ્યારે આપણે હજી તળેટી સુધી પહોંચ્યા નથી. આપણું મન હજી ક્ષણિક સુખોને તલસી કહ્યું છે, જ્યારે તે મહાપુરુષો શાશ્વત સુખના ભક્તા બની ચુક્યા છે. આપણો આત્મા હજી જન્મ મરણના ચક્રાવે ચડેલ