________________
૩૫ ]
સાધિરાજ ઉલ્ટો વધી જાય છે. તેમ સામે આપણી તરફ વૈરભાવ રાખતું હોય અને આપણે પણ તેની તરફ તેજ ભાવ રાખીએ તે અંદરને અગ્નિ ભભૂકી ઉઠવાને છે. પણ શાન્ત પડવાને નથી. માટે સર્વ પ્રતિ મંત્રી કેળવવાની છે. પૂ. વિનયવિજયજીએ જે ઉગારો કાઢયા છે તે તે હૃદયની દિવાલ પર લખી રાખવા જેવા છે “હે ભાઈ! તારે કેટલે વખત અહિં બેસી રહેવાનું છે? શા માટે વૈર રાખીને ઉદ્વેગને જીવનમાં વધારી રહ્યો છે?” કેવાં વચને ઉચ્ચાર્યા છે.
વ્યક્તિના રાગી નહી–ગુણના રાગી બને
પિતાનાથી ગુણમાં જે આગળ વધેલાં હોય, તેવા આત્માઓ પ્રતિ પ્રમોદભાવ કેળવવાને છે. હૃદયમાં પ્રદ ભાવને સ્થાન નહીં આપે તે ઈર્ષા પિતાનું સ્થાન જમાવી લેશે, જે હૃદયને જતે દહાડે ઉખરભૂમિ જેવું અથવા બળી ગએલાં ભાઠાં જેવું કરી નાંખશે. પછી તેવાં હૃદયમાં ધર્મ ભાવનાનાં અંકુર ફુટશે નહીં! માટે હૃદયની જમીનને ફળદ્રુપ રાખવા તેને પ્રમોદ ભાવનાનું પોષણ આપતા રહો !! પ્રમોદ ભાવનાનું સ્વરૂપ પૂ. હેમચંદ્રાચાર્ય અદ્દભૂત શૈલીમાં સમજાવેલ છે કે,
श्रापास्ताशेषदोषाणां. वस्तुतत्वावलोकिनाम् । ___गुणेषु पक्षपात्तोयः स प्रमोदः प्रकीर्तितः ॥ જેમનાં અશેષ દોષ નાશ પામ્યા છે, અને વસ્તુતત્વને જેઓ યથાસ્થિત સ્વરૂપમાં જેનારા છે, તેવા પુરુષોનાં ગુણ અંગેને