________________
૨૯ ]
સાધિરાજ સુખ મેળવવાની પાછળ કઈ પણ પ્રકારનાં પાપ આચરવા પડતા નથી. ફક્ત તે સુખ મેળવવા માટે અંદરનાં વિષયવિકારે અને કષાને મહાત કરી લેવાના રહે છે, કષાય અને વિષય વિકાર પર વિજય મેળવી લેનાર આ મૃત્યુલોકમાં મેક્ષનાં સુખને અનુભવ કરી શકે છે. સુખનાં બે પ્રકારમાં વિષય જન્ય સુખ મેક્ષમાં નથી પણ પ્રશમ સુખ મેક્ષમાં છે. વ્યાસ મહર્ષિએ ગીતામાં પણ, ફરમાવ્યું છે કે,
"इहैव तैर्जितः सर्गो येषां साम्ये स्थितमनः । જે મનુષ્યનું મન સમતાભાવમાં સ્થિત છે તેવા મનુષ્યને અહિં મૃત્યુલેકમાં જ મોક્ષ છે. માટે પ્રશમસુખની નિર્દોષતા શાસ્ત્રોએ જ પુરવાર કરી આપી છે. જ્યારે વિષયસુખ મેળવવાની પાછળ અનેક પાપ આચરવા પડે છે. પહેલાં તે પાસે પૈસાને જેગ ન હોય તે એ સુખ ભોગવી શકાય નહીં ! એટલે દ્રવ્ય કમાવાની પાછળ જીવને અનેક પાપસ્થાનકે સેવવા પડે છે. અનેક કર્મો કરીને પૈસે ભેગે. કર્યા પછીએ જીવને શાન્તિ વળતી નથી.
જીવ સુખમાં ઉલ્ટો વધારે આસકત બને છે, અને અનેક કુકર્મો કરીને દુર્ગતિને અધિકારી બને છે. વિષય સુખમાં આશક્ત બનેલાં ભલભલાં ચક્રવતિઓ પણ નરકગતિનાં અધિકારી બન્યા છે. રાવણ જેવા રાજવીઓની પણ તેવીજ દુર્ગતિ થઈ છે. જ્યારે અહિં પ્રશમસુખને અનુભવીને ભવાંતરમાં પણ કેટલાયે આત્માએ સદ્ગતિનાં અધિકારી બન્યા છે અને ઘણાં આત્માઓ શાશ્વતા મોક્ષ