________________
સાધિરાજ
( ૩૦
સુખનાં પણ ભોક્તા બન્યા છે, પ્રશમસુખને અનુભવ કરનારને અહિં' આ લોકમાંએ સુખ ને પરલેકમાંએ સુખ, અને પરપરાએ અનંતસુખ. જ્યારે વિષયસુખ ભગવનારને આ લેાકમાંએ આધિવ્યાધિ વિગેરેનાં દુઃખ ને પરલેાકમાંએ દુઃખ, પર’પરાએ અનંત દુઃખ. માટે અનિત્ય ભયથી ભરેલાં પરાધિન અને તૃષ્ણાને વધારનારા એવા વિષયસુખથી સર્યું ! નિત્ય નિય સ્વાધિન અને તૃપ્તિને પમાડનારા એવા પ્રશમસુખ માટેજ દરેક મનુષ્યાએ યત્ન કરવા જોઇએ.
ગ્રંથી ભેદ થતાં શાન્તરસની પ્રાપ્તિ
હવે છેલ્લે શાન્તરસ સાધવા માટેનાં થાડાં ઉપાયે બતાવીને આજનું જાહેર વ્યાખ્યાન સમાપ્ત કરીશ. શેરડીનાં સાંઢામાં રસ હોય છે જેને ઇક્ષુરસ કહેવામાં આવે છે. શેરડીનાં સાંઠામાં વચમાં વચમાં ગાંઠાએ હાય છે, જ્યાં જ્યાં ગાંઠ હાય ત્યાં ત્યાં રસ ન હેાય. બાકીના બધાં ભાગમાં રસ હાય છે. તેમ આત્મામાં જ્યાં સુધી રાગ-દ્વેષની નિબિડ ગાંઠ છે, જેને શાસ્ત્રીય ભાષામાં ગ્ર'થી કહેવામાં આવે છે, ત્યાં સુધી આત્મામાં શાન્તરસ છલકાસે નહી. રાગ-દ્વેષની નિખિડ ગાંઠ અપૂર્વી કરણનાં પરિણામથી તૂટે છે, કયારે પણ ન પ્રગટેલાં હેાય તેવા અપૂર્વ અધ્યવસાય આત્મામાં પ્રી જાય, તેને અપૂર્ણાંકરણ કહેવામાં આવે છે. જિનેશ્વર ભગવાનનાં દર્શન વદનને પૂજન કરતાં, જિનવાણીનું શ્રવણ કરતાં, સુપાત્રે દાન દેતા, કયારેક તેવા અધ્યવસાય જીવમાં જરૂર પ્રગટી જાય છે. તેવા અપૂરણનાં અધ્યવસાયનાં અળે નિબિડ એવા રાગ દ્વેષની ગાંઠને ભેટ્ટીને જીવ સમ્યક્ત્વનાં
“