________________
રસાધિરાજ
[ ૨૮
ઢાંકણીમાં” જેવી હાલત થાય છે. સંસારિક સુખે દીર્ઘકાળ સુધી ભગવ્યા પછી પણ એકાદ દુખ માથે એવું આવી પડે છે કે, છઠ્ઠીનું ધાવણ કાઢી નાંખે ઈષ્ટ એવા પુત્ર-પૌત્રાદીના વિયેગનું દુઃખ આવી પડે અથવા દરિદ્રતાનું દુઃખ આવી પડે, એટલે વર્ષોથી ભેગવેલા સુખ ઉપર પાણી ફરી વળે. સંસારનું આવુજ વિષમ સ્વરૂપ છે. છેલ્લે કેળીએ મક્ષિકા આવે એટલે ખાધેલું બધુ એકાઈ જાય તેમ એકાદ દુઃખ માથે એવું આવી પડે કે, સંસાર દુખમય બની જાય.
વર્ષોના વર્ષોથી આવા ઈન્દ્રિયેનાં સુખ ભગવ્યા પછી એ મનુષ્યની અંદરની મનોકામનાઓ શમતી નથી ! અને પછી તે ઘટના એવી બને છે કે, મનુષ્યની વયે ચાલી જાય છે પણ અંદરને વિષયાભિલાષ જ નથી. મનુષ્ય શરીરથી જિર્ણ થઈ જાય છે, પણ તેની અંદરની તૃષ્ણા જિર્ણ થતી નથી. ઘણાં વર્ષો સુધી તેવા સુખે ભેળવી લીધાં પછી પણ માનવીને તે સુખનાં ભેગવટા અંગેની ભૂખ એવીને એવી હોય છે, એટલે એ સુખનાં ભેગવટાથી માનવીને તૃપ્તિ છે જ નહીં. માટે જ તેમાં વાસ્તવિક સુખ નથી. તૃપ્તિ, જ્ઞાન-ધ્યાન અને સમાધિથી છે, માટે ખરૂં સુખજ્ઞાન, ધ્યાનને સમાધિમાં છે એટલે વિષયનું સુખ ગમે તેવું હોય તે પણ તે સ્વાધિન સુખ નથી ! માટે સુખનાં બે પ્રકારમાં પ્રશમજન્ય સુખ એજ વાસ્તવિક સુખ છે. માનવી દ્રષ્ટિ પલ્ટાવે તે જ આ વાસ્તવિક સુખ હાથમાં આવે. પ્રશમસુખની નિર્દોષતા અને વિષયસુખની કરૂણતા
પ્રશમજન્ય સુખ એ નિર્દોષ સુખ છે, કારણ કે