________________
રસાધિરાજ
[ ૧૬ યાને દેવાના ઈન્દ્રને રાજાધિરાજને પણ હેતું નથી, જે સુખ લોકવ્યાપારથી રહીત એવા સાધુપુરૂષોને હોય છે તેનું કારણ એજ છે કે સાધુપુરૂષોએ જીવનમાં શાન્તરસ સાધેલ હોય છે. દુ:ખમાં બીજા કેઈને દોષ ન દેતા. જે પોતાના કર્મોદયને વિચાર કરવામાં આવે તો અંતરમાં શાક્તરસની છોળ ઉડાડી શકાય, અને જે નિમિત્ત ઉપર ઉતરી ગયા તે અંદરમાં આગના ભડકા ઉઠવાના છે.
કષાય, રાગ-દ્વેષાદિ અને વેરભાવને ઉપશમાવવા પૂર્વક આત્માને જે શમરસી ભાવમાં નિમગ્ન બનાવી દે તેને શાન્તરસ કહેવામાં આવે છે. ક્રોધાદિ કષાયથી આત્મા નહીં ઉપશમે ત્યાં સુધી જીવનમાં શાન્તરસની પ્રાપ્તિ અતિ દુર્લભ. છે. કષાય, રાગ-દ્વેષ એજ મોક્ષમાર્ગમાં વિદ્ધરૂપ છે પ્રશમસુખની પ્રાપ્તિમાં પણ રાગ-દ્વેષ અંતરાયરૂપ છે. શાન્તરસમાં નિમગ્ન આત્મા મોક્ષમાર્ગમાં ઝડપી વિકાસ સાધી શકે છે. પ્રશમરતિ પ્રકરણમાં ભગવાન ઉમાસ્વાતિ તે ત્યાં સુધી ફરમાવે છે કે,
“सम्यग्द्रष्टिर्ज्ञानी ध्यान तो बलयुतोऽप्यनुपशांतः તં મતે ન ચ કરામમુપાશ્રિ ૪ , - સમ્યગદ્રષ્ટિ એ આત્મા-જ્ઞાન-ધ્યાન ને તપોબળથી યુક્ત હોવા છતાં જે અનુપશાત હોય તે તે ગુણને એ. નથી પામતે કે જે ગુણને ઉપશાન્ત પામે છે, કારણ કે આત્મા જે ઉપશાન્ત હોય, સમતાભાવમાં સ્થિત બનેલે હાયતે તેનામાં ઉપરક્ત બધાં ગુણે પ્રગટે છે અને આત્મણ, જે કષાયના ઉદયવાળો બને છે તે પ્રગટેલાં ગુણે પણ ચાલ્યા જાય છે એટલે ઉપસાન્તને શ્રેષ્ઠ"કહ્યો છે.