________________
૧૫ ]
રસાધિરાજ નહીં ચડેલે પિતાને આત્મા પણ દયાને પાત્ર છે. દ્રવ્યદયાની વાત દરેક ધર્મ શામાં વાંચવામાં આવે છે. જ્યારે ભાવદયાનું સ્વરૂપ જૈન શાસ્ત્રોને પાને ચડેલું છે. દીન-હીનને જોઈને ભલભલાની આંખે છલકાઈ જાય, પણ બંગલામાં રહેનારા અને લાલપીળી મેટરમાં ફરનારાને જોઈને આંખો કેની ભીની થઈ જાય ? અંતરમાં ભાવયા હોય તે જરૂર આંખ ભીની થઈ જાય. તે તે વિચારે કે આ લેકનાં સુખનાં મેહમાં આ બિચારાં પરમાર્થને ભૂલી ગયા છે. ભેગ-સુખની આશક્તિમાં ભગવાનને પણ ભૂલી ગયાં છે, એ આત્માઓનું ભવાન્તરમાં શું થશે? આવી શુભ વિચારણુથી આંખે છલકાઈ જાય એજ ખરી ભાવદયા છે.
કાં રસની છોળ ને કાં આગના ભડકા
રસના નવ વિભાગ છે, તેમાં આઠ વિભાગ સંક્ષેપમાં સમજાવવામાં આવ્યા. હવે છેલ્લાં વિભાગ ઉપર સમજાવવામાં આવે છે. શાન્તરસ કે જે રસાધિરાજ” છે તે જ આપણું આજનાં વ્યાખ્યાનને મૂળ વિષય છે, કારુણ્યરસ એ શાન્તરસની પ્રાપ્તિમાં સહાયરૂપ છે. તે ઉપર પણ આપણે આછો પ્રકાશ પાડે છે. ભલે રસનાં બધા પ્રકારો આપણે વર્ણવી ગયા પણ એ બધામાં શાન્તરસ એ ઉત્કૃષ્ટ રસ છે. જીવનમાં શાક્તરસની સાધના કરવાથી શારીરિક અને માનસિક અને પ્રકારનાં આનંદની પ્રાપ્તિ થાય છે. એ આનંદ એ અદ્ભૂત હોય છે કે, પછી ઈન્દ્રિયનાં સુખ અંગેની મનમાં ઝંખનાજ રહેતી નથી. તે સુખ દેવરાજ