________________
૩૯૭ ]
રસાધિરાજ કહેવું તે ઘણું સાહિલું, પણ કરવું છે અતિ દોહિલું, સુણે સ્વામિજી, આવી ત્રાદ્ધિ કુણ પરિહરે જી.
સ્વામિનાથ આપ જ જરા વિચારે કે આવી દેવતાઈ ત્રાદ્ધિ કેણ છાંડી શકે ? આ તે મારે ભાઈ દરરોજ એક એકનું ત્યાગ કરી શકે. શાલિભદ્રની બત્રીસે બત્રીસ સ્ત્રીઓ અપ્સરા સ્વરૂપે છે અને ભલભલા રાજા મહારાજાઓથી ચડી જાય એ તે મારા ભાઈને વૈભવ છે. ભલે મારે ભાઈ એક એકને ત્યાગ કરે છે પણ એ ત્યાગ પણ જે તે નથી.
ધન્નાની સિંહ ગર્જના ધન્નાજી સુભદ્રા દેવીને હવે છેલ્લા શબ્દો કહી સંભળાવે છેઃ બેલ હવે આથી વધારે તારે કંઈ કહેવું છે? જે કાંઈ કહેવું હોય તે કહી દે. તારી અને મારી વચ્ચેને હવે આ છેલ્લે વાર્તાલાપ છે. સુભદ્રા કહે છે મારે બીજું કશું કહેવાનું નથી મારે એટલું જ કહેવાનું હતું કે “હના ૪ હૈ ના મુઝ હૈ” ત્યાં તે ધન્નાએ કરી સિંહગર્જના : કહેવું તે ઘણું સાહિલું.
કરવું છે અતિ દેહીલું. બસ! સુંદરી તારે આટલું જ કહેવું છે ને ? ત્યારે હવે સાંભળઃ
તે સુણ સુંદરીજી,
આજથી આઠને પહિરીજી. તે હવે સુંદરી તું સાંભળી લે આજથી જ આઠે આઠને પરિત્યાગ કરું છું. મારે તે માટે રાહુર્ત કે
ઘડીયું કશું જવાનું નથી. સિદ્ધિગ કે રાજગે જેવાને નથી. બુધવાર કે ગુરુવારે જોવાનું નથી. અને જે તે પણ