________________
શ્રી ધનાજીને ત્યાગ અને શાલીભદ્રને વૈરાગ [ ૩૯૬
--
કારણે નથી. ત્યારે શા માટે આંસુ પાડવા પડ્યા? સ્વામિ નાથ તેનું કારણ એ છે કે –
જગમાં એક જ ભાઈ માહરે તે પણ સંયમ લેવા ધારે. નારી એક એક જ દિન દિન પ્રત્યે પરિહરે જી.
સ્વામિનાથ હવે આપ કારણ સાંભળે જગતમાં મારે એક જ ભાઈ છે. જેનું શુભનામ શાલિભદ્ર છે અને તે પણ સંયમ લેવાના ભાવ રાખે છે તેને પ્રબળ પુરાવારૂપે નારી એક એકને દિન પ્રતિદિન ત્યાગ કરે જાય છે. ત્યાં તે ધના તાડુકી ઊઠયા? તારે ભાઈ શું સંયમ લેવાને હતા. એ કાયર છે. તું અમસ્તી આંખમાંથી આંસુ પાડે છે. હવે એ સંયમ લઈ રહ્યો. ત્યાગ તે વળી કટકે કટકે હોતે હશે ? એ તે એક ઘાએ બે કટકા હોય. એક એક સ્ત્રીને એ - ત્યાગ કરે છે એ જ કાયરતાનું પહેલું લક્ષણ છે. માટે તું હવે ડબ ડબ આંબેમાંથી આંસુ પાડીસ મા ! એ ચારિત્ર નહીં લઈ શકે અને શ્રી સરદાર બનશે તે દિવસે એ જરૂર ચારિત્ર લેશે.
कहना सहेल मगर करना मुशकेल ધનાજીએ આવાં વચનો ઉચ્ચાર્યા એટલે બહેનને એકદમ લાગી આવ્યું. સગા ભાઈ માટે બહેનથી આવાં વચને સંભળાણાં નહીં. સાંભળતાં ઘણું દુઃખ લાગ્યું. તરત જ પિતાના ભરથારને કહી સંભળાવ્યું. સ્વામિનાથ? ના સત્ર મર ના મુરજ હૈ એટલે કે સ્વામિનાથ કહેવું સહેલું છે પણ કરવું મુશ્કેલ છે. તમારે પણ અમે બધી મળીને આઠ છીએ. એકાદને તે ત્યાગ કરી બતાવે. સઝાયના રચયિતા લખે છે કે :