________________
શ્રી ધન્નાજીના ત્યાગ અને શાલીભદ્રના વૈરાગ′ [ ૩૯૮ આજ ક્ષણે આઠેને પરિત્યાગ કરું છું. આટલું કહીને ચાટીના અખાડા વાળીને ઘરમાંથી ધન્નાજી ઊભા થઇને ચાલવા લાગી ગયા. શૂરા સરદારની જેમ ધન્નાજી સર્પ કાંચળીને ત્યાગ કરીને ચાલ્યા જાય તેવી રીતે આઠ આઠ જુવાન સ્ત્રીઓને અને અઢળક વૈભવના ત્યાગ કરીને એક પલવારમાં ઘરના દરવાજાની બહાર નીકળી ગયા. ધન્ય છે મેાક્ષમાગ માં આવું ઉગ્ર પરાક્રમ ફોરવનારા સત્ પુરુષોને! આવા પુરુષોને ક્રેાડાનુઝાડ ધન્યવાદ ઘડે છે. તમે પણ ઘરમાં ઝગડો કરીને કયારેક દરવાજાની બહાર તા નીકળી પડયા હશે! પણ ઘરવાળીએ જરાક મીઠા શબ્દો કહ્યા હશે એટલે દરવાજેથી તરત પાછા કર્યાં હશો. આમાં કાંઈ અતિશયાક્તિ હોય તે કહી દેજો. સભામાંથી : “ અતિશયેક્તિ તે આમાં કશું નથી પણ આ બધા અનુભવ આપને કયાંથી થઈ ગયા ? ’” વાત તમારી સાચી પણ અમે તમારી વચમાં જ બેઠાં છીએ એટલે વાજતે ગાજતે માંડવે આવે ખરું ? અમે બધુ જ્ઞાનદ્રષ્ટિથી વિચારતા હેઇએ પણ ભવ સમુદ્રના બધાં તફાના અમને કિનારે ઊભેલાઓને સ્પષ્ટ દેખાતા હોય છે. તમારી શંકા સંપૂર્ણ પણે નાબૂદ કરી નાંખી.
ધના—શાલિભદ્ર અને ભગવાનના વરહસ્તે દિક્ષિત બની ગયા
ધનાજીની આઠે સ્ત્રીએ ધન્નાજીના આવા પરાક્રમ જોઈને વિસ્મયને પામી ગઈ અને એકીઅવાજે એલી ઊઠી. સ્વામિનાથ ! અમે તે ફક્ત મશ્કરીનાં વચના ઉચ્ચાર્યા છે. માટે આપે અમને આવી રીતે નિરાધાર મૂકીને નહી' ચાલ્યા જવું' જોઈએ. ધન્નાજીએ કહ્યું, તમેએ ઘણું સારું કર્યું.
*