________________
રસાધિરાજ
[ ૮ એક્કડમ્મર ઉંચામાં ઉંચી જાતનાં ફર્નિચર, આવી કેટલીએ સામગ્રી વસાવવામાં આવે છે. હમણાં હમણું તે વળી ટ–વીનું વાતાવરણ ઘરઘરમાં જામતું જાય છે. હવે આ બધું ક્યાં જઈને અટકશે તે કલ્પી શકાતું નથી. પહેલાંના કાળમાં ગ્રહસ્થ ઘરમાં ધન વસાવતા, પણ આવા લફરા પહેલાંના કાળમાં નહોતા. ખૂબજ સાદાઈવાળું જીવન હતું અને તે જીવનમાંથી તેઓ અનુપમ આનંદ લુંટી શકતા હતા.
જ્યારે આજે મનુષ્ય જમવા ભાણે બેઠાં હોય ત્યારે ભાણામાં કચુંબર ઘણું હોય, પણ સાચી વસ્તુનાં દર્શન ન થાય ! સાચું ગ્રહસ્થાશ્રમજ આ કાળમાં કયાં રહ્યું છે ? ઘરમાં ગોરસના દર્શન નથી, ત્યાં આત્મામાં શાન્તરસના તો દર્શન કયાંથી થવાના છે.
ભૌતિકવાદને કરૂણ અંજામ પહેલાના કાળમાં પહેરવા-ઓઢવામાં પણ ઘણું જ સાદાઈ હતી. ઘરમાં રાચ-રચીલું વસાવવામાં પણ ઘણી સાદાઈ હતી. તો જીવન દરેક પ્રકારે સુખમય હતું. જ્યારે આજે તે માનવીની કેવળ ભૌતિકવાદ તરફની દેટ છે, અને તે પણ પાછી આંધળી દેટ છે. માનવી ભૌતિકવાદ તરફ ગમે તેવી દોટ મૂકે, પણ ભૌતિકવાદમાં માનવીને ખરૂં વાસ્તવિક સુખ આપવાની તાકાત નથી. તેમાં તો માનવીની આશક્તિ વધતી જાય છે. જીવનમાં વધારે પડતો શ્રગાર પિષાવાથી માનવી કામગમાં આશક્ત બને છે, અને કામગમાં આશક્ત બનેલાં ભવાંતરમાં નરકગતિનાં અધિકારી બને છે. વ્યાસજી ગીતામાં લખે છે કે,
“પ્રસંભ કામમy પત્તત્તિ નાડ વ ” ભૌતિકવાદનું આખરી અંજામ કેટલું કરૂણ આવે તે