________________
શ્રી ધન્નાજીનો ત્યાગ
અને શાલીભદ્રનો વૈરાગ
ધન્નાજી અને શાલીભદ્રજી બન્ને સંસારી પક્ષે સાળા-બનેવી થતા હતા. શ્રી શાલીભદ્રના ધન્નાજી બનેવી થતા હતા. બન્ને રાજગૃહી નગરીના રહેવાસી હતા. એક કાકંદીના ધન્ના પણ થયા છે. પણ આજના વ્યાખ્યાનમાં જેમના વિષે વિવેચન કરવું છે તે ધનાજી રાજગૃહી નગરીના હતા. ધનાજીના જીવનમાં ત્યાગ ઉત્કૃષ્ટ હતે તે શાલીભદ્રજીનાં જીવનમાં વૈરાગ્ય ઉત્કૃષ્ટ હતે બને મહાન મેગામી આત્માઓ હતા, એવા મહાન પુરુષનાં ગુણેનું ગુણાનુવાદ કરીએ તે આપણાં ભવભવનાં કર્મો ખપી જાય, બને મહાન ગર્ભ શ્રીમંત હેવાની સાથે બનેને ત્યાં અપ્સરા જેવી સ્ત્રીઓ હોવા છતાં અને ભર યૌવનકાળમાં દેવતાઈ ભેગેને ભગવતા હોવા છતાં જરાક નિમિત્ત મળી જતાં ક્ષણવારમાં સંસારને ત્યાગ કરીને અણગારપણું અંગીકાર કરી લીધું. આ વાત તેમનાં જીવનમાં જેવી તેવી ન હતી.