________________
રયાધિરાજ
શ્રી શાલીભદ્રને ત્યાં અપ્સરા જેવી બત્રીસ સ્ત્રીઓ હતી અને ધન્નાજીને ત્યાં આઠ હતી. શાલીભદ્રને ત્યાં તે દરોજની દેવકમાંથી નવ્વાણુ પેટીઓ ઉતરતી હતી, જેમાંથી દરેક પ્રકારની ભેગસામગ્રી અને અલંકારાદિ મળી આવતાં હતાં. આવા દેવતાઈ વૈભવના સ્વામી માત્ર એક સ્વામી શબ્દ સાંભળીને પ્રતિબંધ પામ્યા છે. અને એવું જ એક વચન સાંભળીને ધન્નાજી પ્રતિબંધ પામ્યા છે. આ બધા વિષયે પર આજનાં વ્યાખ્યાનમાં આપણે વિગતવાર વિવેચન કરવાનું છે. તે પહેલાં એટલું જરૂર સમજી લેવાનું છે કે શ્રી ધનાજીને જે ત્યાગ હતું તે એકલે બાહય ત્યાગ જ . નહીં પણ અભ્યતંર ત્યાગપૂર્વકને તેમને બાહય ત્યાગ હતે. ધન વૈભવ અને કુટુંબ-કબીલાને ત્યાગ એ બાય ત્યાગ છે અને અંદરનાં રાગદ્વેષાદિને જે ત્યાગ તે અત્યં. તર ત્યાગ છે. સર્પના શરીર પર કાંચળી વીંટળાઈ જાય છે અને અમુક સમયે સર્પ કાંચળીને ત્યાગ કરી દે છે. હવે સર્વે કાંચળીને ત્યાગ કર્યો એટલે શું તે ત્યાગી બની ગયે કહેવાય ? હજી તેની દઢમાં ઝેર તે એવું ને એવું ભર્યું છે માટે કંચુક–ત્યાગ એ સર્પને બાહય ત્યાગ કહેવાય. અને અંદરની વિષ ગ્રંથિને જે ત્યાગ તે અત્યંતર ત્યાગ કહેવાય. विषयः कि परित्यक्तैर्जागर्ति ममतायदि । त्यागात् कच्चुक मात्रस्य भुजंगो नही निर्विषः ।।