________________
સાધિરાજ
[ ૨ અદ્ભુતરસ, ભયાનકરસ, કારુણ્યરસ અને શાન્તરસ. ઉપર મુજબ રસના નવ પ્રકાર છે, તેમાં છેલ્લે પ્રકાર શાન્તરસને છે. શાન્તરસ કહે–સમતારસ કહો કે પ્રશમરસ કહો એ બધા એકાÁવાચી શબ્દો છે. મંત્રે ઘણું પ્રકારના છે પણ તેમાં નવકાર મહામંત્ર એ મંત્રાધિરાજ છે. તિર્થો પણ ઘણાં છે તેમાં શત્રુજય એ તિર્થાધિરાજ છે. એ પણ ઘણાં પ્રકારના છે, તેમાં પર્યુષણ પર્વ એ પર્વાધિરાજ કહેવાય છે, તેમ રસના પ્રકારે ઘણાં છે પણ તેમાં શાન્તરસ “રસાધિરાજ” કહેવાય છે.
પહેલા મજા અને પછી સજા
જીવનમાં દરેક મનુષ્યોએ આ શાન્તરસ સાધવે જોઈએ. આજે જીવનમાં નબળાં રસે બહુ પિષાય છે, જે જરાએ પિષવા જેવા નથી. આજે જ્યાં જુઓ ત્યાં હાસ્યરસ અને શૃંગારરસની બેલબાલા છે. ખડખડાટ હસવું, ખીખીયાટી
લાવવી તેને હાસ્યરસ કહેવામાં આવે છે. હાસ્યરસનાં પ્રોગ્રામ પણ ગોઠવાતાં હોય છે, અને એ પ્રેગ્રામમાં એવા એવા માણસને બેલાવવામાં આવે છે કે જે હાસ્યરસની છોળે ઉડાડે. વ્યાખ્યાનમાં પણ હાસ્યરસ પડ્યા હોય તે વ્યાખ્યાન સાંભળવા ઘણુ મેટી સંખ્યામાં શ્રેતાજને ઉમટી પડે છે, છતાં એ નિર્દોષ હાસ્ય હોય છે. નિર્દોષ સુખ કે નિર્દોષ આનંદ ગમે ત્યાંથી મેળવી શકાય છે. - દુનિયામાં રોગનું મૂળ ખાંસી કહેવાય છે, તેમ કજીયાનું મૂળ હાંસી કહેવાય છે. કોઈની ઠઠ્ઠામશ્કરી કરીને હાસ્યરસ પિષવાથી શરૂઆતમાં તે બહુ મજા પડી જાય છે