________________
૩૧૯ ]
રસાધિરાજ
ઘરતીને આભૂષણ રૂપ
એવા પણ મનુષ્ય પૃથ્વી પર જોવામાં આવે છે કે જેએ પેાતાનુ પેટ પણ ભરી શકતા નથી અને એવા પણ પુન્યશાળી મનુષ્યા જોવામાં આવે છે કે, પેાતાનું પેટ ભરવાનુ તા ઠીક પણ હજારા મનુષ્યેાનાં પેટ ભરતા હેાય છે. જેના ઘરમાંથી હજારો મનુષ્યેાના પેટમાં રેટલે જાય તે જ મનુષ્ય પૃથ્વીને આભૂષણ રૂપ છે. બાકી જેનાં પેટી પટારામાં એકલા BLACK (બ્લેક) ના પૈસેજ જતા હોય તેવા મનુષ્યા આ પૃથ્વીને આભૂષણ રૂપ તે નહીં પરંતુ દુષણ રૂપ તે જરૂર છે.
ઇલાવન નગરમાં ધનદત્ત કરીને શેઠ હતા. તે શેઠને પુત્ર ન હતા. ગૃહસ્થાશ્રમમાં ઘણાં વર્ષો વિત્યાબાદ તે શેઠને ત્યાં એક પુત્રના જન્મ થયા અને પુત્રનું નામ, એક ઈલાચી દેવીની પ્રસન્નતાથી પુત્રના જન્મ થયે એટલે તે દેવીના નામને અનુરૂપ ઈલાચીકુમાર નામ પાડવામાં આવ્યું.
ક્રમે ક્રમે વૃદ્ધિને પામતા ઈલાચી યુવાનીના ઉંબરે આવીને ઉભા રહ્યો, છતાં યૌવનના ઉન્માદ તેનાં મુખ પર દેખાતા ન્હાતે. જાણે જન્માંતરથી જ વૈરાગ્યનાં સંસ્કાર સાથે લઈને ન આવેલા હાય ! એટલે જ્યારે જુએ ત્યારે તેના મુખ પર વૈરાગ્ય ભાવનાં દર્શન થતાં હતા. તેના માતા-પિતા ફીકરમાં પડી ગયા. તેમને મનમાં થયા કરે છે કે આ છેકરાને સંસારમાં જરાયે રસ નથી. ઘરમાં અઢળક સમૃદ્ધિ હાવા છતાં' મેજ-શાખ કે રંગરાગ પ્રતિ આના મનનુ લેશ પણ ખેંચાણ નથી. માતા-પિતાને માટી ફીકર તે એ થઈ પડી
*