________________
દ્રષ્ટા કોણ?
[ઉત્તરાર્ધ ]
દ્રષ્ટા કોણ ? એ વિષય પરનું પૂર્વાધ આપણે ખૂબ વિસ્તારથી વર્ણવી ગયા. આજના વ્યાખ્યાનમાં ઉત્તરા પર ખેલવાનુ છે. વિષય ખૂબજ મૌલિક હોવાથી પૂર્વા અને ઉત્તરાના એ વિભાગમાં વહેં’ચી નાંખવા પડયા છે. પૂર્વાધમાં કહેવાઈ ગયું કે, આત્મા જ દ્રષ્ટા છે. જ્ઞાતા ને દ્રષ્ટા એ જીવના મુખ્ય સ્વભાવ છે. શરીર અને ઇન્દ્રિયાથી આત્માની ભિન્નતા સિદ્ધ કરી બતાવી દેહ તરફનાં મમત્વ ભાવને લીધે અજ્ઞાનીને આત્માજ દેહ સમાન ભાસે છે. પણ મન્નેનાં • લક્ષણ જૂદા હેાવાથી આત્મા અને શરીર એક નથી પણ ભિન્ન છે. એ વાત પૂર્વામાં ખૂબજ છણાવટપૂર્વક સમજાવવામાં આવી છે. અસિ ને મ્યાન દૂરથી જોનારને એક-એક જેવા ભાસે છે, પણ સમનાર તે બન્નેને ભિન્ન સ્વરૂપે જ લેખે છે. તેવીજ રીતે શરીર અને આત્મા તત્ત્વ દૃષ્ટિએ અસિ અને મ્યાનની જેમ ભિન્ન છે. છતાં સસાર પર્યાયમાં રહેલાં આત્માને દેહથી એકાંતે ભિન્ન પણ માની શકાય નહીં અને એકાંતે અભિન્ન પણ માની શકાય નહીં. આ વાત પૂર્વાર્ધમાં છુટી ગઈ છે એટલે ઉત્તરાર્ધમાં થાડા ખુલાસા કરી
,