________________
૩૦૯ ]
૨સાધિરાજ જેઓ પાંચે ઈન્દ્રિયેનાં વિષયમાં આસક્ત બનેલા હેય તેવાઓ માટે તે કહેવાનું જ શું રહે? વિષયમાં લુખ્ય બનેલાઓને જન્મ મરણનાં દુઃખે એક-બે વાર નહીં, અનંતી અનંતીવાર ભેગવવા પડે છે માટે વિશ્વમાં નજર નાખવા જેવી નથી. દ્રષ્ટાપણું એવું કેળવે કે જીવ વિષયમાં વિરાગ ભાવને પામે ! | શ્રી લક્ષ્મણજીને અપૂર્વ સંયમ
દ્રષ્ટા ખરેખરા લક્ષમણજી હતા. ચૌદ વર્ષ પર્યત વનવાસમાં સીતાજીની સાથે રહ્યા પણ કઈ દિવસ સીતાજીનાં શરીર પરનાં ઘરેણું તેમણે જોયા ન હતા ! તે પછી રૂપ રંગ જોવાની તે વાતજ ક્યાં રહી? ચૌદ વર્ષનાં વનવાસમાં લક્ષમણજી રામચંદ્રજીને દશરથજીની જગ્યાએ ગણતા હતા અને પિતાની માતા સુમિત્રાજીની જગ્યાએ જાનકીજીને ગણતા હતા અને અટવીને અધ્યા ગણતા હતા. બસ રામ ત્યાં અધ્યા એજ તેમનાં જીવનને મુખ્ય મંત્ર હતું. ભર જંગલમાંથી રાવણ જ્યારે સીતાજીનું હરણ કરી ગયા ત્યારે અને ભાઈઓ થેલીવારને માટે ખૂબજ વિહલ બની ગયા. ત્યારબાદ સીતાજીની શોધમા અમુક વિદ્યાધરને મેકલવામાં આવ્યા પણ ક્યાંય શેપ લાગી નહીં. સિફ કુંડલ-કંકણ વગેરે ઘરેણાં જંગલમાંથી ધમાં ગએલા વિદ્યાધરને મળી આવ્યા. એટલે રામચંદ્રજી લક્ષ્મણજીને પૂછે છે કે આ અલંકાર તારા ભાભીનાં છે કે કોઈ બીજાનાં છે? તું જરા પરીક્ષા કર.
ત્યારબાદ લક્ષ્મણજીએ જે પ્રત્યુત્તર વાળ્યું છે તે.