________________
દ્રષ્ટા કોણ ?
[ ૩૦૮
કરેલુ હાવુ જોઇએ. એકલી ઈચ્છા અને ઝંખના કરવાથી દુનિયામાં કઈ મળતું નથી. દરેક પ્રકારનાં ઈષ્ટ સચાગની પ્રાપ્તિ પુન્યાદયથી થાય છે. આવા વિચારો મનમાં લાવવાથી કમ ઘણાં ઓછા અશ્ચાય છે. બાકી રૂપી પાછળ અધ બનવાથી તા કેટલીકવાર જીંદગી હારી જવાય છે, માટે કોઈના પણ રૂપ કે સૌંદર્ય તરફ પહેલા તે દ્રષ્ટિ જ ન કરવી. જોઇએ, છતાં પ્રમાદને વશ જીવ છે, કયારેક દ્રષ્ટિ ચાલી જાય. તા તેમાં રાગ કે દ્વેષની બુદ્ધિ ન થવી જોઇએ. રૂપ તરફની રાગ દશાને લીધે રાવણ અને દુર્ગાધન જેવાનું પણ ઘાર અધ:પતન થયાનુ શાસ્ત્રોમાં સાંભળીએ છીએ.
એક વિષયની પરવશતામાં પ્રાણહાની તે પંચેન્દ્રિયપરવશતા વિષે તે। કહેવુંજ શું ?
આ ભવમાં તેએ કરૂણ વિનાશને પામ્યા અને ભવાંતરમાં ધ્રુતિના દારૂણ દુઃખે ભાગવી રહ્યા છે. માટે રૂપમાં પતંગીયાની જેમ લુબ્ધ બનવા જેવુ નથી. દીપકનાં પ્રકાશનું મનોહર રૂપ જોઇને પતંગીયા તેમાં ઝંપલાવે છે. પણ પરિણામે પ્રાણ હાની વહેારી લેવાને વખત આવે છે. પતંગીયા તા બિચારાં ઇન્દ્રિયાની અપેક્ષાએ વિકલેન્દ્રિય પ્રાણી કહેવાય એટલે તેનામાં લાંબી બુદ્ધિ ન હેાય પણ બુદ્ધિશાળી કહેવાતા મનુષ્યા પણ જ્યારે રૂપ કે સૌંદર્યંમાં પતંગીયાની જેમ કુદી પડતા હોય ત્યારે તે એમજ લાગે કે આ છતી. બુદ્ધિએ દિવાળું કાં કાઢે ? શબ્દ, રૂપ, રસ, ગંધ વગેરે એકેક ઇન્દ્રિયનાં વિષયમાં લુબ્ધ બનેલ હરણ, પતંગ અને ભ્રમર વગેરે પ્રાણીએ મૃત્યુનાં દુઃખને અનુભવે છે. તા પછી