________________
દ્રષ્ટા કોણ ?
[ ૩૧૦
અંગેના ઉલ્લેખ વાલ્મીકી રામાયણમાં અતિ સુંદર શૈલીમાં કરવામાં આવ્યા છે. તેમાં લખ્યુ છે કે,
कुंडले नाभि जानामि, नाभिजानामिकंकणे । नुपुरेत्वभिजानामि, नित्यपादाभिवदनात ॥
ખાંધવ ! હું જાનકીજીનાં કુંડલ કે કાંકણુ વિષે જાણતે નથી, તેમ બીજા પણ તેમનાં અલંકારાદિ વિષે હું કઈ પણ જાણતા નથી ! ફક્ત પગનાં નૂપુર ( ઝાંઝર ) વિષે જાણુ છું અને તે પણ હું તેમને પગમાં પડીને નિત્ય પ્રણામ કરતા હાવાથી જાણી શકયા છુ'. સીતાજી લક્ષ્મણજીનાં ભાભી હોવા છતાં દરરોજ પ્રણામ કરતા હતાં ! લક્ષ્મણજી જેવા સચમી તેવા જ નમ્રશીલ હતા. જ્યારે આજે તે મોટાં ભાગનાં સગાં મા-બાપને પગે લાગતાં નથી તે ભાભીને તે વારાજ કયાંથી આવવાના છે ? મનુષ્યમાં વિનય-વિવેકાદ્વિનાં ગુણા ન હોય તો તેનું જીવન નીર વિનાની નદીની જેમ શાણાને પામતું નથી. સદ્ગુણ એજ જીવનની ખરી રોાભા છે. ગમે તેવા સ્વરૂપવાન હાય પણ જીવનમાં સદાચાર ન હેાય તો એકલાં રૂપની કશી કિંમત નથી, જેવા સ્વરૂપવાન તેવા જ શીયળવાન હાય તો સેાનામાં સુગંધ સમાન કહેવાય !
લક્ષ્મણજીનાં પ્રત્યુત્તરથી રામચ'દ્રજીને કેટલેા સતાષ થયા હશે ? જો કે રામચદ્રજીને લક્ષ્મણજીનાં ચારિત્ર વિષે લેશ પણ મનમાં શંકા ન હતી. કેવળ જાણવા માટે જ પૂછેલું હતું, છતાં આ પ્રત્યુત્તર સાંભળીને રામચંદ્રજી પણ ઘડીભરને માટે તે જાણે આશ્ચર્યમાં ગરકાવ બની ગયા !