________________
૨૭૧ ]
રસાધિરાજ ગાય કહેવાય તો ગાય તો સફેદ રંગવાળી પણું હોય છે, માટે તે અવ્યાપ્તિ દોષ કહેવાય. ગાયને એક ખરીવાળી કહેવી તે અસંભવ દેષ થયો કહેવાય. કારણ કે, ગાયને પગમાં બે ખરી હોય છે. આ ત્રણે દોષથી રહિત હોય તે જ લક્ષણ કહી શકાય. જેમ સાસ્ના ( ગળાની ગોદડી ) એ ગાયનું લક્ષણ છે. એ લક્ષણ પ્રત્યેક ગાયમાં ઘટી શકે છે, અને ભેંસ વિગેરે બીજા કોઈ પણ જાનવરનાં ગળામાં ગોદડીને અભાવ હેવાથી એ લક્ષણ તેમને લાગુ પડતું નથી.
સંવેદનશીલતા એ જીવનું લક્ષણ
તેવી જ રીતે જ્ઞાતાને દ્રષ્ટાએ જીવનું લક્ષણ ઉપરોક્ત -ત્રણે દોષથી રહિત છે. પ્રત્યેક જીવમાં એ લક્ષણ ઘટી શકે છે. અન્ય કેઈ દ્રવ્યમાં એ લક્ષણ ઘટી શકતું નથી. ષટુ દ્રવ્યમાં જીવ સિવાયનાં બાકીના પાંચે દ્રવ્યે જડ છે. જડમાં જ્ઞાતાને દ્રષ્ટાભાવ હેઈ શકે નહીં. માટે જ ફરમાવવામાં આવ્યું છે કે, “જે દ્રષ્ટા છે દ્રષ્ટિને, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ
જે આપણી દ્રષ્ટિ છે એ તે દ્રષ્ટિજ છે. જ્યારે આત્મા એ દ્રષ્ટિને પણ દ્રષ્ટા છે. આત્મા દ્રષ્ટા હોવાની સાથે બધા ભાવેને જાણનારે પણ છે. આત્મા શરીર નથી, આત્મા ઈન્દ્રિય સ્વરૂપ નથી, આત્મા વાણું સ્વરૂપ નથી, મન પણ આત્મા નથી. આ પ્રમાણે દરેક વસ્તુનો બાધ કરતાં કસ્તાં જે અબાધ્ય રહે છે, એટલે જેને કોઈ પણ સગમાં