________________
દ્રષ્ટા કોણ ?
[ ૨eo ભક્તા શેને રહે ? બસ આ જ તત્વજ્ઞાનને મર્મ છે. આ મર્મને જેઓ નથી સમજ્યા તેઓજ કર્મનાં કર્તા અને ભક્તા બને છે. એટલે સાચી સમજણના અભાવે અજ્ઞાની શરીરને જાણે આત્મા માની લે છે. છતાં જ્ઞાનીની દ્રષ્ટિમાં શરીર અને આત્મા અને ભિન્ન છે, કારણ કે પ્રગટપણે બનેના લક્ષણ જુદા છે. શરીર એ પુદ્ગલ રૂ૫ હેવાથી પુદ્ગલનું લક્ષણ વર્ણ, ગંધ રસ અને સ્પર્શ છે અથવા સડન, પડન અને વિધ્વંસન એ શરીરનું લક્ષણ છે. સડન એટલે કેન્સર જે દર્દી લાગુ પડી જતાં શરીર સડવા માંડે અને જતે દહાડે સડી જાય. પડન એટલે ઉપરથી નીચે પડે ને મૃત્યુને પામે, વિવંસન એટલે અંતે વિનાશને પામે. આ શરીરનું લક્ષણ છે. જ્યારે આત્મા ઉપયોગના લક્ષણવાળો છે ઉપયોગ-જ્ઞાન અને દર્શન સ્વરૂપ હોવાથી જ્ઞાતાને દ્રષ્ટા જીવનું લક્ષણ છે. લક્ષણના જ્ઞાનના અભાવે શરીરને જ આત્મા માની લે એ તો ઘેર અજ્ઞાન છે જ્ઞાતા ને દ્રષ્ટા એ જીવનું લક્ષણ છે તે જીવમાં જ ઘટે છે.
લક્ષણના ત્રણ મુખ્ય દે ધર્માસ્તિકાયાદિ અન્ય કેઈ પણ અજીવ દ્રવ્યમાં એ લક્ષણ ઘટી શકશે નહીં, તેમ પગલાદિ અજીવ દ્રવ્યનાં મુખ્ય વિશેષ લક્ષણે જીવમાં ઘટી નહીં શકે. એક દ્રવ્યનું લક્ષણ બીજા દ્રવ્યમાં જાય એ તો અતિવ્યાપ્તિ દોષ કહેવાય જેમ શીંગડા જેને હોય તે ગાય કહેવાય. એવું જે ગાયનું લક્ષણ બાંધવામાં આવે તે શીંગડા તો ભેંસને પણ હોય છે, માટે એ અતિવ્યાપ્તિ દોષ કહેવાય. કાળા વર્ણવાળી હોય તે જ