________________
૧૫ ] આજે નહિ અને ચારિત્રની આરાધનામાં તન્મય રહેવાનું અબ નિરંતર પ્રાપ્ત થયા કરે..
મહારાજશ્રી ભુવનવિજયજી ગણીવર્ય શેડાં વર્ષો પહેલાં સૌરાષ્ટ્રમાં આવ્યા હતા અને કેટલાંક ચાતુર્માસ કરીને સૌરાષ્ટ્રની જનતામાં જૈન દર્શનના તેજ પ્રત્યે ભાવ પ્રગટાવ્યા હતું. તેઓશ્રી રાજકોટમાં પણ બે ચાતુર્માસ કરી ગયેલા અને આજ પણ રાજકોટની જનતા તેઓશ્રીને વિસરી શકી નથી.
વર્તમાન કાળે જે વિષમતા પ્રજાજીવનમાં ફાલી કુલી રહી છે તે જ વિષમતા સાધુ–સંતેમાં પણ અપાશે કેરી રહી છે. આમ છતાં પૂજ્ય ગણીવર્ય શ્રી વાદ-વિતંડાથી વેગળા રહીને પિતાના સાધુ જીવનને આનંદિત રાખતા રહ્યાં છે.
પ્રસ્તુત ગ્રંથનું નામ તેઓશ્રીએ “રસાધિરાજ” રાખ્યું છે તે ખરેખર ઉપયુક્ત છે, કારણ શાંતરસની ભાવ ધારા તેઓએ સમગ્ર વ્યાખ્યામાં વહાવી છે. સાથે સાથ તેઓશ્રીએ વર્તમાનયુગની વિષમતા પ્રત્યે અંગુલીનિર્દેશ કરવામાં જરાયે કૃપણુતા દાખવી નથી.
આમ તે આ આખો વ્યાખ્યાન સંગ્રહ પહેલે પાનેથી છેલ્લાં પાના સુધી વાંચી જવા જેવું છે. એમની શૈલી, રજુ આત કરવાની રીત અને પ્રસંગે પ્રસંગે દ્રષ્ટાંત દ્વારા જ્ઞાન આપવાની જેન ત્યાગીઓની પરંપરા તેઓશ્રીએ બરાબર જાળવી રાખી છે. આ ગ્રંથ જ એ છે કે મારા જે એક નાનું અને સંસારી માનવી તેના હાર્દમાં ક્યાંથી પ્રવેશ કરી શકે? કામ, ક્રોધ, માન, લેભ આદિ દુર્ગુણે વચ્ચે ફસાયેલે મારા જે સંસારી જીવ આવા મહાજ્ઞાની પુરુષને