________________
[ ૧૪ કેઈપણ કથા મુંગાર, વીર આદિ રસથી છલેછલ લાગતી હોય, પરંતુ એ કથાને સરવાળે તે શાંતરસમાં જ આવતે હોય છે. આમ શાંતરસ એ જીવતરને ઉચ્ચ કક્ષાએ દોરી જતે રસ હોવાથી અને જીવન શુદ્ધિ, બંધનમાંથી છૂટવાની કળા, જ્ઞાન માર્ગની અંતિમ સિદ્ધિઓ, અને છેલ્લે જન્મ, જરા, વ્યાધિ, મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરવાની ચાવી, આ બધું શાંતરસના પ્રભાવથી સહજ-સરલ બને છે તે વાત જૈન તત્વદ્રષ્ટાઓએ બરાબર સમજાવી છે.
વર્તમાનયુગ ભારે વિચિત્ર છે. અશિલલતામાં માનવીના મનને ઉડાડનારે ચુંગાર રસ આજે જાણે બેફામ બનીને ખીલી રહ્યો છે. એમાં રસ લેનારાઓ સરવાળે કશું પ્રાપ્ત કરી શકતાં નથી, એ હકીક્ત હોવા છતાં ભૌતિક લાલસાની ભૂતાવળ પાછળ આજ ઘણું લેકે દેટ મૂકતા રહે છે અને છેવટે પટકાઈ, પછડાઈ નામશેષ બની જાય છે.
પૂ. મહારાજ શ્રી ભુવનવિજયજી ગણીવરે સં. ૨૦૧૮નું ચાતુર્માસ કલકત્તામાં ગાળ્યું હતું અને તેઓએ જે વ્યાખ્યાન ધારા વહાવી હતી તેને આ ગ્રંથમાં સમુચ્ચય છે.
તેઓશ્રી જૈન દર્શનના અપૂર્વ એવા ચિંતક છે એટલું જ નહિં પણ એમના સ્વભાવમાં શાંતરસનું ઝરણું અહર્નિશ વહેતું હોય છે. ધર્મ પ્રત્યેની શ્રદ્ધા, સર્વથા અહિંસક જીવતર, કષ્ટ સાધ્ય એવા મુનિ જીવનનું પાલન અને ચારિત્રના પાલનની સ્વભાવિક રીતે ઉપસતી લબ્ધિ એમના પ્રત્યેક વ્યાખ્યાનમાં સ્પષ્ટપણે નિહાળી શકાય છે.
જીવનમાં જે શાંતરેસ પ્રગટે તે કેપ રૂપી રાક્ષસ પાસે ફરકે નહિં. ઝધ ન પ્રગટે એટલે કલહ-કંકાસના જાળાઓ