________________
૧૯૭ ]
રસાધિરાજ છે. વચમાં વળી બીજા ભવ તે કેટલાએ કરવા પડ્યા છે. રસ્તે ચડ્યા પછી પણ માણસ ક્યારેક રસ્તે ભૂલી જાય છે. તે પછી ભૂલેલાની તે વાત જ શી કરવાની? રાતને ભૂલ્ય મુસાફર દિવસે માર્ગ પર આવી જાય છે, પણ દિવસના જે ભૂલે તેને તે ગેથી જ ખાવાના છે. તેમ અજ્ઞાન દશામાં રહીને કેઈ મનુષ્ય પાપ આચરતે હોય તે કયારેક તેને સદ્દગુરૂને બેગ મળી આવતાં જરૂર તે ધર્મને રસ્તે ચડી જવાને છે, પણ જાણું–બુઝીને બેધડકપણે પાપ આચરતે હોય તે તે જીવ એકદમ ક્યાંથી ઠેકાણે પડવાને છે ?
જીવનમાં પાપ ભીરતા આવે એ પણ એક મેટી યોગ્યતા છે. પાપ આચરતાં મનમાં ખટકે રહે એ પણ ઘણી મોટી વાત છે, જીવ પાપને પાપરૂપે સમજતો થાય. પુન્યને પુન્યરૂપે સમજતે થાય, આવને આશ્રવરૂપે સમજતો થાય. સંવરને સંવરરૂપે સમજતો થાય, એ પણ સમ્યગદ્રષ્ટિપણું છે. સમ્યગાાન આવ્યું હશે તો તેના ફળસ્વરૂપે ચારિત્ર જરૂર આવવાનું છે.
નયસારની તત્વ રમણતા.
નયસારે રસ્તો બતાવ્યા બાદ મુનિવરે આગળ વિહાર કરી જાય છે, તે પછી નયસાર જગલમાંથી કાષ્ઠ લઈને ફરી પાછા પોતાના ગામ તરફ વળે છે. પોતાના ઉપરી રાજાના હુકમથી કાષ્ટ લેવા અટવીમાં ગયા હતા તે કાષ્ઠ રાજાને મોકલાવી આપે છે. પોતે પોતાના ગામમાં આવી જાય છે. ત્યારબાદ નયસાર ધર્મતત્ત્વને ઉંડાણથી અભ્યાસ કરે છે,