________________
ભૂલે પડેલે યાત્રી
[ ૧૯૬ એકલા જવું નહીં ગમે. છતાં ધ્યાન રાખજે તમારે એ માગે તે એકલા જ જવાનું છે. અહિં તમને હરવા ફરવામાં સથવારે મળી આવશે બાકી અનંતને માર્ગે કેઈ સથવારે કરાવનાર નહીં મળે.
પૂસકલચંદજી મહારાજે અનિત્ય ભાવનામાં ફરમાવ્યું
“રાચ મા રાજની ઋદ્ધિ શું પરિવર્યો,
અંતે સબ કદ્ધિ વિસરાલ હશે, ઋદ્ધિ સાથે સવિ વસ્તુ મૂકી જતે,
દિવસ દો-તીન પરિવાર રહેશે મુંઝ મા મુંઝ મા મોહમાં મુંઝ મા,
' શબ્દ વર રૂપ રસ ગંધ દેખી. હે આત્મન ! આ અદ્ધિ-સિદ્ધિ કે સમૃદ્ધિમાં જરાએ રાચવા જેવું નથી. અંતે આ ઋદ્ધિ નાશ પામી જવાની છે. વ્યક્તિ સાથે અંતે આ બધું મૂકીને જવાનું છે. એ ટાઈમે આ તારા સંબંધીઓ બે પાંચ દિવસ તારી પાછળ પિક જરૂર મૂકશે. બાકી આ ઋદ્ધિ-સિદ્ધ કે સમૃદ્ધિમાં કાંઈ સાર નથી. માત્ર બે પાંચ દિવસ તારા સંબંધીઓ તારી પાછળ રોકકળાટ જરૂર કરશે, પણ તારા સંબંધીઓ તારી પાછળ પોક મૂકે તેમાં તારૂં દાળદર કાંઈ થોડું ફીટી જવાનું છે? તું તે નયસારની જેમ ધર્મને રસ્તે ચડી જ તો જ તારૂં દળદર ફીટવાનું છે. - વીર ભગવાનને સમકિત પામ્યા પછી પણ સત્તાવીશ ભવ કરવા પડયા છે. એ ઘટના પણ સ્થલ ભવની અપેક્ષાએ